________________
૧૬૭
કશિપુને બેવડો ક્રોધ આવ્યું : “આટલો નાને બાળક એક બાજ ગુરુનું હડહડતું અપમાન કરે છે અને બીજી બાજુ મારી આગળ પણ આવી ભગવાનની તારીફ કરતાં એ લાજતે નથી. આ દુઃખ કોને કહેવું? તેણે તરત આ પ્રહૂલાદરૂપી બાળકને પોતાની ગાદમાંથી લઈને નીચે પટકી દીધે. દૈત્યને બોલાવી જોરથી બોલ્યોઃ “દૈત્યો! તમે બધા મળીને આ છોકરાને મારી જ નાખો ! ખરેખર આ છેકરે મરવા લાયક જ છે ! કારણકે એને કાકે “હિરણ્યાક્ષ આ છોકરાના પાપે જ માર્યો ગયો ! તમે માને કે ન માને ! પણ મને લાગે છેઃ મારા ભાઈને ઘાતક વિષ્ણુ જ આ રૂપે મારી સામે આવી ગયેલો જણાય છે! એટલે આ છેક બાળક હોવા છતાં જરાય વિશ્વાસને પાત્ર તે નથી જ નથી. એટલે પુત્રરૂપે આ મારા કટ્ટર શત્રુને તમે જલદી ઠાર જ કરી નાખે ! રોગ શરીરમાં જ પેદા થે, તે શું એને દૂર ન કરવો ? માટે હું કહું છું કે આને કેઈ ને કેઈ સ્થળે લઈ જઈ મારી જ નાખે!” આમ થવાથી દૂર દૈત્યે પ્રફલાદ પર જોરથી ધસી જઈ ખૂબ મારવા લાગ્યા, પણ પ્રહલાદને વાળ પણ વાંક ન થયે! આ જોઈને હિરણ્યકશિપુને કેધ ખૂબ વધી ગયો. તેણે મદેન્મત્ત હાથીથી કચડા. ઝેરી સાપને ડંખે મરાવ્યા. પહાડ ઉપરથી નીચે પટક્યો. દૈત્ય-ગુરુએ દ્વારા કૃત્યા નામની રાક્ષસી પેદા કીધી, અને કષ્ટ આપ્યું. વળી શંબરાસુર નામના દેથી માયાના પ્રયોગો કરાવ્યા. અંધારી કોટડીમાં નાખે. ઝેર પીવડાવ્યું, ખાવું બંધ કરાવી બરફ, અગ્નિ, સમુદ્ર વગેરેમાં વારંવાર નાખ્યો છતાં જ્યારે પ્રલાદને વાળ પણ વાં કે ન થાય ત્યારે હિરણ્યકશિપુ ખૂબ મુંઝાયે. શુનશેપની જેમ પિતાનાં અવળાં કર્મથી પિતા વિરેાધી થયેલે, તેવું જ આમનું મારા વિષે થશે. હું કદાચ આ પુત્રને હાથે મરીશ એમ લાગે છે.” પણ દૈત્યોએ હિરણ્યકશિપુને કહ્યું : “આપની શક્તિઓ અભુત છે. ગભરાઓ નહીં.” ત્યારે હિરણ્યકશિપુએ ગૃડધર્મની ફરજે સમજાવવાનું તેમને કહ્યું પણ આથી