________________
જવાબ આપતાં અનમિલના દષ્ટાંતથી ભાગવત સમજાવે છે, રામ કરતાં નામ મેટું છે. પ્રભુસ્મરણ બધાં પાપ અને રોગ નિવારવામાં અમૃત બાધ વહે છે. તેથી જ કહ્યું છે કે નામ હદયને કમળ કરી કરણાથી
અમૃત કરનારું છે, ફક્ત નામેય થાય જ્યાં; સહદયા દયાભક્તિ, મેક્ષ દે શી નવાઈ ત્યાં? (પા. ૧૧૮)
આત્મસ ગ્રામ
આત્મા જ આત્માને મિત્ર છે અને તે જ આત્માનો વેરી છે. પુણ્ય પ્રેરે તે મિત્ર; પાપ પ્રેરે તો શત્રુ. તેને જ દેવ-અસરસંગ્રામ કહે છે. તે જ દૈવી–દાનવી વૃત્તિઓ છે. કુમતિ જીતી સુમતિ સિદ્ધ કરવી તે છે માનવતા, અભય, સત્વસંશુદ્ધિ, અહિંસા, દયા, ક્ષમા, સત્ય વગેરે દિવ્ય ગુણે જેમ સમાજમાં અને વ્યક્તિમાં છે, તેમ કામ, ક્રોધ, લોભ, અહંકાર, વેરભાવ, દર્પ વગેરે આસુરી ગુણે પણ વ્યક્તિ અને સમાજમાં પડેલા છે. જેની જેવી વૃત્તિ તેવા કુલ સાથે તેને પ્રીતિ થાય છે અને તેવી તેની પ્રકૃતિ બની જાય છે. માનવકુલને ઇતિહાસ કહ્યા પછી દેવદાનવ કુલને ઇતિહાસ વર્ણવતાં ભાગવત-કથાકાર કહે છે કે મનુની એક પુત્રી પ્રસૂતિ દક્ષ પ્રજાપતિને પરણાવી હતી. તે દક્ષ પ્રજાપતિને પંચજન પ્રજાપતિની પુત્રી આસિકનીથી થયેલ સાઠ કન્યામાંથી તેને કશ્યપ સાથે પરણાવી હતી. તે પૈકી અદિતિની વંશપરંપરામાં પ્રભુ પ્રત્યે પ્રીતિ હેવાથી દિવ્ય ગુણ વધ્યા તેથી તેઓ દેવ કહેવાયા અને દિતિની કુખે દૈત્ય જેવાં અહંકાર–પ્રધાન બાળકે થયાં. આમ અદિતિના દેવ અને દિતિના દાનવ વચ્ચે પ્રકૃતિભેદે વમનસ્ય થયું. દેવમાં પ્રપત્તિની ભાવના હતી. દાનમાં પ્રતિકારની પ્રબળતા હતી. દેવોમાં દિવ્ય ગુણ તથા ભગવાન પ્રત્યેની યાચના-પ્રાર્થના હેવાથી