________________
૧૬૪
આમ તે મોટા પ્રત્યે આદર રાખનાર, સરખે-સરખા સાથે ભાઈચારાથી વર્તનાર અને નાના પ્રત્યે વાત્સલ્યભાવે વર્તનાર બની ગયો હતા. સોને માનપાત્ર છતાં પ્રલાદ એ નમ્રાતિના રહી શકતો હતો. દુખેથી તે કદી ગભરાતે નહીં. ઇન્દ્રિય, પ્રાણુ, મન અને શરીર એના વશમાં હતાં. કોઈપણ પ્રકારની કામના (એટલે લાલસા–વાસના)થી તે દૂર જ રહેતો. ખરું પૂછે તે બાહ્ય વેશે એટલે કે શરીરે ભલે દૈત્યમાં તે જન્મ્યો પણ પૂરી રીતે દૈત્યતા રહિત અને દૈવીભાવથી સંયુક્ત એ મહાપુરુષ એ બની ગયું હતું. ત્યતાનું તો એમાં લગારે સ્થાન નહોતું ! જેમ ભગવાનના ગુણે અનંત છે, તેમ ભગવદ્ભક્ત પ્રહલાદજીમાં પણ અનંત ગુણ (એક એકથી ચઢે તેવા) હતા. મુખ્ય ગુણ તો પ્રભુ સમપ ણતા એટલે કે જન્મથી જ તે પ્રભુ ભક્ત તરીકે “અવતરેલો જીવ જણાઈ રહેતો હતો. આથી નાનપણથી જ રમત કરતાં કરતાં પણ ભગવાનમય બની જતા હતા, ભગવાનને ખુદને પ્રલાદ પર અને સ્નેહ હતો, અને તેથી પ્રહૂલાદ કહેતા કે “ભગવાને જાણે પોતાના ખેળામાં જ સદા મને રાખ્યો છે અને પિતાનું મિઠું આલિંગન આપી રહ્યા છે !” તેથી જ તેની ખાતાંપીતાં, હરતાં-ફરતાં, સૂતાં-જાગતાં અને કેઈની સાથે વાત કરતાં પણું એકાગ્રતા તે માત્ર એકલા ભગવાનમાં જ રહ્યાં કરતી હતી ! એ રીતે એ રડતો, હસતે પણ બધું ભગવાન વાતે જ. ક્યારેક મને મન ભગવાનમય–આબેહૂબ ભગવાન બની જતો. સત્સંગથી પણ જે સુખ ન મળે, તે પ્રહૂલાદને સહેજે મળી ગયેલું.” આ સાંભળીને ધર્મરાજ યુધિષ્ઠિરે નારદજીને પૂછયું કે આવા ભકત પુત્ર પર તે પિતાએ ગૌરવ લેવું જોઈએ, તેને બદલે પિતા જ પિતાના આવા ભક્ત પુત્ર પર શાથી ઠેબી બન્યા, તે સમજાતું નથી.