________________
૧૬૩
માં હાહાકાર મચાવ્યો. તેથી દેવો ત્રાહિ ત્રાહિ કરી ભગવાનને શરણે પહોંચી ગયા.
લે અને લોકપાલને કઈ રસ્તે ન સૂઝયો, એટલે તે સૌએ ઇન્દ્રિયોને સંયમ કરી તથા મનને એકાગ્ર કરી ખાવું, પીવું અને સૂવું વગેરે છેડી નિર્મળદયે ભગવાનની આરાધના કરી. તરત એક દિવસે મેઘ જેવી ગંભીર આકાશવાણી સંભળાઈ. જે અવાજે બધી દિશાઓ ગુંજી ઊઠી. સાધુજનેને અભય આપનારી તે વાણી આ પ્રકારની હતી...“દિવ્યજનો ! ગભરાઓ નહી ! તમારું સૌનું કલ્યાણ થાઓ. આ મહાદૈત્યની મને પ્રથમથી ખબર છે ! પણ હવે તે હું એને સાવ મિટાવી દઈશ. તમે બધા થોડો વખત ધીરજ રાખે ! જે કઈ પ્રાણુ જ્યારે દેવ, ગાય, બ્રાહ્મણ, સાધુ, ધર્મ અને મારા પર દ્વેષ કરે છે, ત્યારે જલદી એને ચોક્કસ વિનાશ થાય છે! જ્યારે આ મહાદૈત્ય પિતાના જ મહાત્મા સરખા ભક્તપુત્ર પ્રહૂલાદને દ્રોહ કરશે તેમ જ એ મહાભક્તજનનું અનિષ્ટ કરવા ઈચ્છશે, ત્યારે આજે બ્રહ્માના વરદાનને કારણે જે મહા સમર્થ દેખાય છે, તેને પણ હું અવશ્ય મારી નાખીશ.” આ વાણી દેએ સાંભળી, એટલે એમને સૌને ખૂબ નિરાંત થઈ. એમનું બધું દુઃખ જાણે નાશ પામ્યું ! જાણે કે હિરણ્યકશિપુ મરી ન ગયે હાય તેટલી હદે સમાધાન થયું. અને તેઓ ભગવાનને પ્રણામ કરી પોતપોતાને સ્થાન વિદાય થયા.
આગળ બોલતાં નારદજીએ યુધિષ્ઠિરને કહ્યું...“યુધિષ્ઠિર ! દૈત્યરાજ હિરણ્યકશિપુને વિલક્ષણ એવા ચાર પુત્રો હતા. જેમાં આમ તો પ્રહૂલાદ સૌથી નાનો હતો. છતાં ગુણથી ઘણે ઘણો તે મોટા હતા. તે સંતસેવી, બ્રાહ્મણભક્ત, સૌમ્ય સ્વભાવી, સત્યાગ્રહી અને જિતેન્દ્રિય હતો. તે બધાં જ પ્રાણીઓને ઈશ્વરના જ અંશ માન હોવાથી પ્રાણીમાત્ર સાથે સમભાવે વતી શકતો. બધાને તે (પ્રહલાદ) વહાલ લાગતા હતા. તે વડીલો પ્રત્યે વિનયી અને બધાને હિતેચ્છુ હો.