________________
૧૫૭
પુરુષ ભગવાન કૃષ્ણમાં શી રીતે સમાય ? રાજા વેને ભગવાનની નિંદા કરી તે ઋષિ-મુનિઓએ તેને નરકમાં મોકલેલો તે શિશુપાલને ભગવાનમય બનવારૂપી મુક્તિ કેમ હોઈ શકે ? પેટ ભરીને શિશુપાલ તથા દંતવત્ર બને ભગવાનને ગાળો આપે છે. છતાં તે બનેનું ભગવાનમાં સમાઈ જવાનું બની ગયું ! આ જરાય સમજાતું નથી. ખરેખર તો ઘણું અજુગતું પણ લાગે છે. આ પ્રશ્નનું સમાધાન કરે...” આમ કહી પરીક્ષિતજીને શુકદેવજી કહે છે. ત્યારે નારદજી હવે ધર્મરાજ યુધિષ્ઠિરને સમજાવે છે: “તમારી વાત સાચી છે પણ ચાહે તે ભાવે પણ ભગવાનમાં જે એકાગ્ર વધુ થઈ શકે છે, તેને છુટકારો વહેલે થઈ જાય છે. એ અર્થમાં જોઈએ તે ચાહનાર કરતાં ભગવાનને ધિક્કારનાર વહેલામાં વહેલો ભગવાનમય થઈ જાય છે. ભલે ધિક્કારમય ભાવે પણ ભગવાનમાં જે એકાગ્ર બને છે તેના દે ભગવાનના નામસ્પર્શથી ભાગવા જ માંડી જાય છે. ભમરીમાં એકાગ્ર થયેલી ઈયળ' આખરે ભમરી બને છે, તે બીજુ શું છે ? ગોપીઓએ આખીયે પિતાની કામવાસના ભગવાન પર જ ઢોળી દીધી. આ જ રીતે ભયથી કંસની અને વિધથી શિશુપાલ તથા દંતવકત્ર રાજાની ભગવાનમયતા આવી ગઈ. લેહીના સંબંધથી પણ ભગવાનમય બનાય છે અને સ્નેહ અને નિઃસ્પૃહ ભક્તિથી પણ ભગવાનમય બનવું સૌથી સારું છે. કારણ કે એથી સતત સચ્ચિદાનંદમયતાને અનુભવ થાય છે. ધિક્કારાદિને કારણે શરૂઆતમાં તે મનમાં ભારે વેદના થયા કરે છે. એટલે આખરે તો ધિકકારાદિ ભગવાનને ભજવાની સાધનામાં જે આનંદ મળ જોઈએ તેને છાંય મળતો નથી. જ્યારે નિરપૃહી અને સમજદાર ભક્ત ખૂબ ખૂબ આનંદ સાધનામાંયે માણે છે અને સાધ્ય પામ્યા પછી પણ માણે જ છે, આથી ધિક્કારનાર ભલે ભગવાનને પામી શકે અને કદાચ સહજ સ્નેહે ભગવાનને ચાહનાર કરતાં તે ભક્ત ભગવાનને