________________
૧૫૮
વહેલે પામી શકે, પરંતુ એ જ્યાં લગી ભગવાનને ખરેખર પામે નહીં, ત્યાં લગી સાધનામાં એ દુઃખીને દુ:ખી જ રહ્યા કરે છે. એથી જ ધિક્કારને માર્ગ કઈ પણ ભક્ત પસંદ કરતા નથી. વેન રાજ તે કોઈ પણ ભાવે એશ–આરામમાં મગ્ન રહેલો અને એણે હિંસા તથા બળરીને જ ઉપયોગ કરેલો. પછી એને નરકમાં જવું જ પડે ને ?'
આ વિસ્તૃત ઉત્તરથી ધર્મરાજ યુધિષ્ઠિરને સમાધાન થયું.
જય-વિજયને શાપ
વિષ્ણુ સમીપ વૈકુંઠે, વસે તેય વિકતા ચૂકે તેઓ પડે નિ, અંતે ભલે ચઢે છતાં. ૧ માટે વિવેક છે મુખ્ય, ધર્મમાં પ્રાણ રૂપ તે; મળે સત્સંગથી માટે, સત્સંગ મુખ્ય છે જગે. ૨
રાજ યુધિષ્ઠિરે નારદજીને પૂછ્યું: “ઋષિવર ! ભગવાનને પાર્ષદો પર પણ અસર કરી શકે એવો શાપ કેણે આપેલ છે અને એ શાપ કેવા પ્રકારને હતો ? ભગવાનના અનન્ય પ્રેમી જીવને પણ સંસારમાં આવવું પડે, એ વાત તે વિશ્વાસ મૂકવા જેવી ન ગણાય તેવી છે. વૈકુંઠમાં રહેવાવાળા જીવોને આવો સામાન્ય દેહ મળે, એ વાત જ ગળે ઊતરે તેવી નથી. તે પછી આ બધું કેમ બન્યું ? તે આપ જરૂર સમજાવે !” નારદ ઋષિ બોલ્યા : “છે તે નવાઈ જેવી છતાં એ વાસ્તવિક બની છે. વાત એમ છે કે એક વખત બ્રહ્માના માનસપુત્ર સનકાદિ ઋષિએ ત્રણેય લોકમાં સ્વેચ્છાવિહારે વિચરતો વિચરતાં ઠેઠ વૈકુંઠમાં પહોંચી ગયેલા. આમ તે સનકાદિ ઘણું પ્રાચીન