________________
૧૫૫
પણ સાચી છે કે આખરે નર અને નારીના દેહાકારો-શરીર-ચિહ્નો –ભલે ભિન્ન ભિન્ન રહ્યા પણ બંનેને આત્મા તે ક્યાંક પણ એકત્વ ભજનાર છે જ. અને આખરે તે એની જ પ્રાપ્તિ કરવા માટે એવી સાધનાના ખાડા-ટેકરા ઓળંગવા જ પડે છે. પણ મને અહીં એક મુખ્ય શંકા એ રહે છે કે સાધક માટે તે આ બધું છે પણ સિદ્ધ ગણાતા ભગવાન પણ જણે સામાન્ય સાધકની માફક રાગદ્વેષવશ થતા હોય તેમ આપણા આ વૈદિક ગ્રંથોમાં ત્ય–સંહાર કરે છે. ભક્તોની મદદે ઘેરઘેર અને ઠેરઠેર દેડે છે. તે આ બધું શું છે? ખરી રીતે તો તેઓ ત્રિગુણાતીત થયા છે. કાયા અને માયાથી વિરહિત થયા છે. તો શાસ્ત્રોમાં આવું વર્ણન કરવાને મૂળ આશય છે છે ? તે કપા કરીને મને સમજાવે. કારણ કે માનવ તે આ બધું જરૂર કરે, પણ ભગવાનને તેમાં સાથે ભેળવવાની શી જરૂર ? આ સાંભળી શુકદેવજી આનંતિ થઈ બેલી ઊઠયા : “પરીક્ષિતજી ! વાહ રે વાહ ! તમારે આ પ્રશ્ન ઘણે પ્રાસંગિક છે આમ તે ભગવાન જાતે કશું જ નથી કરતા, પણ ભગવાનની લીલાથી આ બધું થવા પામે છે. તેથી જ કહેવાયું છે. મનુષ્યયન અને ઈશ્વરકૃપા.' મતલબ કે જેમ મનુષ્યના પુરુષાર્થની જરૂર છે તેમ એ પુરુષાર્થમાં અહંતા–મમતા, રાગ-દ્વેષ, સ્વછંદ–પ્રતિબંધ ન ભળી જાય તે માટે જેમ બાળક પિતાના પગ પર ચાલતો ન થાય, ત્યાં લગી તેને ઠેલણ ગાડી જેવા આધારની જરૂર પડે છે. તેમ માનવસાધક પિતે સમતાયુક્ત સાચો અને મજબૂત યેગી ન બને ત્યાં લગી લીલામય ભગવાનની (અથવા અવ્યક્ત તત્ત્વની) તેને સહાય મળવાની જરૂર ઊભી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તે આવા માનવસાધકને વિશ્વમય” બનાવવાના આવા અવ્યક્ત તવના પણ પ્રયત્ન ચાલુ રહે છે. જે લપડાક પણ મારે છે અને લાડ પણ કરાવે છે. જેથી સાધક માનવ પરિપકવ સમતામય બને !