________________
૧૫૪
પુંસવનવૃત આચરે તો શુભ લક્ષણવાળો (અને પત્ની ગૌરવમાં માનનારે પતિ ભવિષ્યમાં અનાયાસે પામે છે. જેમ ગૃહસ્થાશ્રમેચ્છુ કન્યા રૂડો પતિ પામે, ગૃહસ્થાશ્રમી નારી પતિએકતા પામે તેમ વિધવા અથવા અવિવાહિતપણું પસંદ કરનારી કન્યા પણ આ પુંસવનવ્રતથી પ્રભુરૂપ (અથવા આત્મારૂપ) પતિને પામી જીવનને વિકાસ અવશ્ય સાધી શકે છે. કારણ કે આખરે નર અને નારીનું મૂળ અને છેડો પ્રાણ માત્ર સાથેની ઓતપ્રેતતા જ છે. જે આવાં વ્રત (કે જેમાં વાસનાક્ષયની સાધનાનું મૂળ રહેલું છે તે દ્વારા પણ ક્રમે ક્રમે અવશ્ય સાધી શકાય, ટૂંકમાં અપભેચ્છા, યશપ્રતિષ્ઠરછા પરિપૂર્ણ થાય છે અને છતાં આવા વ્રતમાં સંયમ, ત્યાગ, તપ, ધર્મભાવના વગેરે હેવાથી આત્મા–પરમાત્મા તરફ પ્રયાણ પણ અનાયાસે થઈ જાય છે. રોગી નારી નીરોગી બની જાય છે, કુરૂપા નારીનું સુરૂપમય તેજ પ્રગટ થાય છે. આ વ્રતને કરનાર કે સહાયક બનનાર પુરષ જે માંગલિક શ્રાદ્ધ કર્મો સહિત કરે તો એમના સદ્દગત પિતૃદેવો પણ પ્રસન્ન પ્રસન્ન થઈ જાય છે. મતલબ કે આ વ્રતથી માત્ર પતિ-પત્નીની જ એકતા નથી થતી ! તે એકતા થવા ઉપરાંત સંગત અને હયાત બંને પ્રકારના વડીલો પણ પ્રસન્ન થઈ આશીર્વાદ વરસાવે છે. આ પ્રક્રિયા દ્વારા ખુદ ભગવાનની પણ આરાધના સાથે સાથે થઈ જાય છે. હે પરીક્ષિત ! આ રીતે મેં તમને મરુદ્ગણુની મંગલકથા ઉપરાંત આ મહાન પુંસવનવ્રતનો મહિમા પણ સંભળાવી દીધો. બોલે, હવે બીજુ શું જાણવા ઈચ્છે છે...?”
પરીક્ષિત રાજા બોલ્યા: “આપ જેવા નૈષ્ઠિક બ્રહ્મચારી જ્યારે આટલા ઊંડાણથી નર-નારી વિષે ચેખવટપૂર્વક કહી શકે છે, તેથી મારા જેવા અપગ્ન અને ગૃહસ્થાશ્રમમાં મગ્નને બ્રહ્મચર્યને વિશાળ અર્થ સઝી રહે છે. અને એ પણ ખ્યાલ આવી રહે છે કે “કાયાથી ધૂળ રીતે પળાતું બ્રહ્મચર્ય ખૂબ જરૂરી હોવા છતાં આખરે તે તે પણ એક સાધન માત્ર છે. તે ખ્યાલ સ્પષ્ટ આવી જાય છે. અને વાત