________________
૧૫ર
પિતે જ એને વ્યકત કરવાવાળા અને એનાં ભક્તા છે. આપ પોતે જ સમસ્ત પ્રાણીઓના આત્મરૂપ છે. અને લક્ષમીજી જ એ બધાંનાં શરીર, ઈદ્રિય અને અંતઃકરણ છે. માતા લક્ષ્મીજી જે નામ અને રૂપ છે, તે આપ એ નામ – રૂપ બનેના પ્રકાશ તથા આધાર છે, પ્રત્યે ! આપની કીર્તિ પવિત્ર છે. આપ બને જ ત્રિલેકીના વરદાનરૂપ પરમેશ્વર છે, આથી મારી મોટી મોટી આશા-અભિલાષા આપની કૃપાથી જરૂર પૂર્ણ થવાની જ.” હે પરીક્ષિત ! આ પ્રકારે પરમ વરદાતા ભગવાન લક્ષ્મીનારાયણની સ્તુતિ કરીને ત્યાંથી નૈવેદ્ય હટાવી નાખવું અને આચમન કરાવીને પૂજા કરવી, ભગવાનની પૂજા કરી પછી પતિને સાક્ષાત્ ભગવાન સમજી પરમ પ્રેમપૂર્વક એમને જે પ્રિય હાય, તેવી ચીજો પતિની સેવામાં ઉપસ્થિત કરવી. ત્યારે એ પતિનું પણ કર્તવ્ય છે કે ઘણા જ હાર્દિક સ્નેહે પિતાની પત્નીને પ્રિય એવા પદાર્થો લાવીને તેઓ એને આપે અને એનાં નાનાં મોટાં બધાં કામ કરે, તે એનું ફળ બન્નેને જરૂર મળે છે. આ માટે જે પત્ની આ વ્રત ન કરી શકે તેમ હોય તે ઘણું એકાગ્રતાથી અને સાવધાનીથી એ પત્નીના પતિએ જ આનું અનુષ્ઠાન કરવું જોઈએ. આ ભગવાન વિષ્ણુનું વ્રત છે, અને નિયમ લઈ વચ્ચે કદી છેડવું ન જોઈએ. જે આ નિયમ લે તે પ્રતિદિન માળા, ચંદન, નૈવેદ્ય અને આભૂષણ આદિથી ભક્તિપૂર્વક બ્રાહ્મણ અને સૌભાગ્યવતી સ્ત્રીઓનું પૂજન કરે તે પછી ભગવાનને એમના ધામમાં પધરાવી દે, વિસર્જન કરી દે. ત્યારબાદ આત્મશુદ્ધિ તથા સમસ્ત ઈચ્છાઓની પૂર્તિ માટે પહેલેથી જ નિવેદિત કરેલે પ્રસાદ ગ્રહણ કરે ! સાધ્વી સ્ત્રી આ વિધિ બાર માસ આચરણ કરી માગશર વદ આઠમે ઉદ્યાપન સંબંધી ઉપવાસ પૂજન વગેરે કરે ! તે દિવસે પ્રાતઃકાલે જ સ્નાન કરીને પૂર્વવત્ વિષ્ણુભગવાનનું પૂજન કરે અને એને પતિ પાયજ્ઞની વિધિથી ધૃતમિશ્રિત ખીરની અગ્નિમાં બાર આહુતિ આપે. તે પછી બ્રાહ્મણ