________________
૧૫
આપને વારંવાર નમું છું..' હે પરીક્ષિત ! આ પ્રમાણે કહીને
સ્તુતિ કરીને – એકાગ્રચિત્તે % નમો ભગવતે મહાપુરુષાય, મહાનુભાવાય, મહાવિભૂતિપતયે સહ મહાવિભૂતભિબલિમુપહરામિ (એટલે કે
કાર સ્વરૂપ-મહાનુભાવ, સમસ્ત મહાવિભૂતિઓના સ્વામી એવા ભગવાન પુરુષોત્તમને અને એમની મહાવિભૂતિઓને હું નમસ્કાર કરું છું. અને એમને પૂજે પહારની સામગ્રી સમર્પિત કરું છું..આ મંત્ર દ્વારા હંમેશાં (પ્રતિ રેજ) વિષ્ણુભગવાનનું આવાહન, અર્થ, પાઘ, આચમન, સ્નાન, વસ્ત્ર, યજ્ઞોપવીત, આભૂષણ, ગંધ, પુષ, ધૂપ, દીપ અને નૈવેદ્ય આદિ નિવેદન કરી પૂજન કરવું. જે નૈવેદ્ય વધે, તેને ૐ નમો ભગવતે મહાપુરુષાય, મહાવિભૂતિપતયે રવાહા... (મહાન અશ્વર્યોના આધિપતિ, ભગવાન પુરષોત્તમને નમસ્કાર છે, હું એમને માટે જ આ હવિષ્યનું હવન કરી રહી છું.) આ મંત્ર બોલીને અગ્નિમાં બાર આહુતિઓ આપવી. રાજન ! જે સાધિકા બધા પ્રકારની સંપત્તિઓને મેળવવા માગે છે, એણે દરરોજ ભક્તિભાવથી ભગવાન લકનીનારાયણજીની પૂજા કરવી જોઈએ. કારણ કે તેઓ જ બંને (લક્ષમી અને નારાયણ બંને) સમસ્ત ઈચછાઓને પૂરી કરવાવાળા અને સર્વોત્તમ વરદાતા છે. ત્યારપછી ભક્તિભાવપૂર્વક ઘણું ઘણું નમ્રતાથી ભગવાનને સાષ્ટાંગ દંડવત કરવા અને દશવાર પૂર્વોકત મંત્રનો જાપ કરવો. અને ફરી આ જાતના સ્તોત્રને પણ પાઠ કરે છે લક્ષમીનારાયણ! આપ બંને સર્વવ્યાપક છે. અને આ સંપૂર્ણ ચરાચર જગતને અંતિમ કારણરૂપ પણ આપ બને છે, આપનું બીજુ કોઈ કારણ નથી. હે ભગવન! લકમીજી આપની જ માયા–શકિતરૂપ છે. તે જ સ્વયં અવ્યક્ત પ્રકૃતિ પણ છે, તેને પાર પામવો અત્યંત કઠણ છે. હે પ્રભુ! આપ જ આ મહામાયાના અધીશ્વર છે, અને આપ સ્વયં પરમપુરુષ છે, આપ પિતે સમસ્ત યજ્ઞરૂપ છે. અને આ છે વજનની પ્રક્રિયા. આપ જાતે ફલના ઉપભોકતા છે. અને આ જ છે એને ઉપન્ન કરવાની પ્રક્રિયાઓ. માતા લક્ષ્મી