________________
૧૫૦ સંપૂર્ણ મુક્તિને સાર, તે જ ગ્ય એકલાં વિશ્વમયત્વ-વ્યક્તિત્વ, સાધી સર્વોપરી થતાં. ૨ સૌ પેલાં જે પતિપત્ની, સાધે આ ઓતપ્રેતતા; તે તે બંનેય પામે છે, સંપૂર્ણ મુક્ત યોગ્યતા. ૩
રાજા પરીક્ષિતે પૂછયું : “ભગવન શુકદેવજી! આપે “પુસવન વ્રત' વિષે વખાણ તે ખૂબ ખૂબ કર્યા, પણ એ વ્રતને વિધિ હજુ નથી બતાવ્યું, તે તે કહી બતાવવા કૃપા કરો.”
- શુકદેવજી બેલ્યા : “પરીક્ષિત ! આ વ્રત બધી કામનાઓ પૂરી કરે તેવું વ્રત છે. આ વ્રત ધારણ કરનારી નારી પતિની આજ્ઞા લઈને માગશર સુદ એકમથી એની શરૂઆત કરી દે પહેલાં (મેં અગાઉ જે કહેલી, તે) મરુદ્ગણુના જન્મની કથા સાંભળે અને બ્રાહ્મણોની આજ્ઞા લઈ લે. પછી સવારે દાતણથી દાંત સાફ કરી નાહી લે. બે સફેદ વસ્ત્ર પહેરે અને આભૂષણો પણ પહેરી લે. સવારમાં કશું પણ મોંમાં ખાવાનું નાખતાં પહેલાં લક્ષ્મી-નારાયણની પૂજા કરે અને નીચે મુજબ કહે : - “આપ પૂર્ણ કામ છે. સદા-સર્વદા આપને બધું પ્રાપ્ત છે. તેથી જ કે ઈની પાસે આપને લેવા-દેવાનું ન હોવાથી આપ નિ:સ્પૃહી જ છે. હું આપને વારંવાર નમું છું. એ મારા આરાધ્યદેવ ! આપ કૃપા, વિભૂતિ, તેજ, મહિમા આદિ ગુણેથી હંમેશાં ભરપૂર છે. આને લીધે જ ( આ બધી ચીજો ભગરૂપ હોવાથી) આપ ભગવાન છે. આપ સર્વશકિતમાન જ છે. હું આપને વંદુ છું. અરે માતા લક્ષ્મીજી ! આપ નારાયણ ભગવાનની અર્ધાગના છે. અને મહામાયા સ્વરૂપ પણ છે. ભગવાનના બધા જ ગુણો આપનામાં પણ છે જ. એ મહાભાગ્યવતી જગન્માતા ! આપ મારા પર પ્રસન્ન થાઓ ! હું