________________
૧૪૮
સદંતર મારી નાખ્યા હતા. જેથી દિતિનું હૃદય શેકાગ્નિથી સારી પિઠે વિહવળ થઈ ગયું હતું. અને તેથી તે એ વિચાર તરફ પણ વળી ગઈ કે, “જોકે શરીર આખરે વિનશ્વર જ છે...ઈદે શરીરની વિનશ્વરતા ધ્યાનમાં ન લીધી, નહીં તે આટલી હદે ન જાત ! ખેર હવે મારે એ ઇન્દ્રની પણ શાન ઠેકાણે લાવવા કાંઈક તો કરવું જ પડશે. તે પોતાના પતિશ્રી કશ્યપ મુનિની સેવામાં લાગી ગઈ. એવી એકાગ્રતાથી સેવા કરે, કે જાણે દુનિયામાં કશ્યપ મુનિ સિવાય દિતિને બીજુ કશું દેખાય જ નહીં ! કશ્યપજી એ સેવાથી પ્રસન્ન અને મુગ્ધ પણ થઈ ગયા. એક દિવસ કશ્યપે કહ્યું : “તારી જે ઈચ્છા હોય, તે તું કશે. જ સંકોચ લાવ્યા વિના ખુશીથી માગી લે. પતિ જે પ્રસન્ન થાય તે પત્ની માટે જગતમાં કેાઈ પણ ચીજ એવી નથી કે જે પતિના વશમાં હોય, તે પત્નીને મળે નહીં! પત્નીને મન પતિ પરમેશ્વરરૂપ જ ગણાય છે અને એક રીતે જોઈએ તો ખુદ ભગવાને જ નારી માટે પતિરૂપ ધારણ કર્યું છે. તેથી પત્ની પણ પતિને ભગવાન કે પ્રભુ માનીને જ પૂજે છે. એવી પતિવ્રતા પત્નીને જગતમાં પતિ સિવાય બીજું કશું જ શ્રેષ્ઠ લાગતું નથી. હું કલ્યાણ ! તે મારી સેવા અતિશય ભક્તિ અને પ્રેમથી કરી છે, માટે તારી જે કાંઈ સારી કે માઠી પણ ઊડી ઈચ્છા હોય, તે નિઃસંકોચપણે મને કહી દે. હું તરત તું ઇચ્છીશ, એમ જ કરીશ.” દિતિ બોલી : “મારા નાથ! આપ તો મારું સર્વસ્વ (સર્વ કાંઈ) છે, માટે મારું બધું જાણે જ છે, છતાં મારે મઢેથી તે વાત કઢાવવા ઈચ્છે છે તો ભલે નિઃસંકોચપણે છતાં નમ્રભાવે હું સ્પષ્ટ કહીશ કે, મારા બે પુત્રને ઇન્ડે મરાવી નાખ્યા, તો હવે આપ કૃપા કરી અને એ પુત્ર આપ કે જે એ ઈદ્રને જ મારી નાખે તે જ મારી ઈચ્છા તૃપ્ત થાય ! આ સાંભળી કશ્યપજીને ખૂબ દુઃખ થયું અને થયું કે દિતિનું હૈયું હજુ વૈરને ડંખ રાખી રહ્યું છે ! મોહ કેવી બૂરી ચીજ છે ! મારે જ એ ડખભરી વાસનાના નિમિત્ત બનવું પડયું ! ખેર થતાં