________________
૧૪૭,
નામના બે પુત્રો થયેલા. મહિષાસુર પણ પ્રહૂલાદના એક બીજા ભાઈ અનુલાદને પુત્ર જ હતા. પ્રલાદને પુત્ર વિરોચન થયેલ, વિરેચનની પત્ની દેવીના ગર્ભથી દૈત્યરાજ બલિ જન્મેલા. બલિને અંશના નામની પત્નીથી બાણ વગેરે સે પુત્રો થયેલા, દૈત્યરાજ બલિની ઘટના ખરેખર યાદ રાખવા જેવી છે, જે હું તને પછી કહીશ. બલિપુત્ર બાણાસુર ભગવાન શંકરની આરાધના કરવાથી શંકરના ગણોને મુખિયે બની ગયેલા. બાણાસુરના નગરની રક્ષા કરવા આજે પણ તેઓની પાસે ભગવાન શંકર તૈયાર જ છે. દિતિની કૂખે હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ સિવાય બીજ એગણપચાસ પુત્ર થયા હતા. જો કે તેઓ તે બધા વાંઝિયા જ રહેલા, તે બધા મરુદ્ગણ તરીકે સુપ્રસિદ્ધ છે. ઈંદ્ર એ બધાને પિતા સમાન દેવતા બનાવી લીધા હતા.
મરુદ્ગ
ણની ઉત્પત્તિ
સેવાધર્મ ખરે શ્રેષ્ઠ, ને મધું મોક્ષ સાધન; તેમાં ઊંડે ભળે સ્વાર્થ, વંઠતું તોય તે પણ, ૧ કદી વિરાગ્ય આઠે જ્યાં, વૈર ડંખ ભભૂકતા; ત્યાં ધર્મસ્તંભ ધર્મિષ્ઠ, જાગી સોને જગાડવાં. ૨ સ્વ-સ્વસ્થાને પછી સૌને, કરવાં ધર્મમાં રત; જેથી જગે બને શાંતિ, માનવ થકી શાશ્વત. ૩
નૈષ્ઠિક બ્રહ્મચારી શ્રી શુકદેવજી બોલ્યા : “રાજન પરીક્ષિતજી ! ભગવાન વિષ્ણુદેવે દેવોના અધ્યક્ષ એવા ઇન્દ્રને પક્ષ લઈ દિતિ સન્નારીના બે પુત્રો : (૧) હિરણ્યકશિપુ અને (૨) હિરણ્યાક્ષને