________________
૧૪૬
ત્રણ દીકરીઓ અને અગ્નિહોત્ર વગેરે પાંચ પુત્રો હતા. ભગની પત્ની સિદ્ધિની કુખે ત્રણ પુત્રો અને એક પુત્રી થઈ. આશિષ નામની તે પુત્રી ખૂબ સુંદર અને સદાચારી હતી. ધાતાની ચાર પત્નીઓને ક્રમશઃ ચાર પુત્રો થયા હતા. ધાતાના નાના ભાઈ વિધાતાને ક્રિયા નામની પત્નીથી પરીષ્ય નામના પાંચ અનિરૂપ બાળકે થયાં હતાં. વરુણજીનાં પત્ની ચર્ષની કુખે ભૃગુઋષિ પાક્યા. વરુણના પુત્રનું નામ વાલ્મીકિ હતું. મિત્ર અને વરુણથી અગત્ય તથા વસિષ્ઠ ઋષિ જગ્યા હતા.
બલિ પર કૃપા કરવા માટે ઉપેન્દ્રરૂપમાં ખુદ ભગવાન વિષ્ણુએ વામનાવતાર ધરેલો જે વિષે હું વિશેષ વિવેચન આઠમા સ્કંધમાં કરવા ઈચ્છું છું.
પરીક્ષિતજી ! આમ મેં અદિતિનું ટૂંકમાં વંશ-વર્ણન કર્યું. હવે હું કશ્યપજીનાં દિતિ નામનાં પત્નીનું વર્ણન કરીશ. કારણકે તેમાંથી જ એક બાજુ બલિ અને બીજી બાજુ પ્રહૂલાદ જેવા ભક્તો પેદા થયેલા. દિતિના મુખ્ય બે પુત્રો થયા : (૧) હિરણ્યકશિપુ અને (૨) હિરણ્યાક્ષ. તે બે પુત્રો સર્વ દાનના વંદનીય હતા, આ વિષે ડું તે આપણે જોયું જ છે. અહીં હવે થોડું વિસ્તારથી કહું છું...”
થોડીવાર થંભીને તરત શુકદેવજી કહે છેઃ “મોટા થયેલા હિરણ્યકશિપુની પત્નીનું નામ કયાધુ હતું. જ્યાધુના ચાર પુત્રો પૈકી સૌથી નાને પ્રફલાદ. પ્રહૂલાદને સિંહિકા નામની એક બહેન પણ હતી. વિચિતિ નામના દાનવ સાથે તેણુનાં લગ્ન થયેલાં તેને લીધે રાહુ નામને પુત્ર થયેલ. આ તે જ રાહુ કે જેનું માથું અમૃતપાન સમયે ભગવાને પોતાના સુદર્શન ચક્રથી કાપી લીધેલું. (જે પ્રહૂલાદને મેટા ભાઈ હતા) તેને કૃતિ નામની પત્નીથી પંચજન પુત્ર થયે. પ્રહૂલાદના બીજા એક ભાઈની પત્ની “ધમનીથી વાતાપિ અને ઈબલ