________________
૧૪૫
હવે પાર્વતીજી નિઃશંક બની ગયાં. બસ પરીક્ષિતજી ! આ જ વિવાધર ચિત્રકેતુ સતી પાર્વતીજીના અભિશાપ(શાપ)ને કારણે દાનવ
નિનો આશ્રય લઈ ત્વષ્ટાજીના દક્ષિણગ્નિથી પ્રગટ થયા હતા અને તેનું નામ પણ તેવું જ રખાયું હતું “વૃત્રાસુર.” જે રાક્ષસોનિમાં જન્મવા છતાં ભગવાનને ભક્ત જ રહ્યો હતો, એમાં કશું જ આશ્ચર્ય નથી. રાજન ! તારી જે શંકા હતી, તે માટે મેં આટલો બધા લાંબો વિસ્તાર કરીને આ વાત સમજાવી છે. પરીક્ષિતજી! આ માત્ર “ચિત્રકેતુ'ને જ ઈતિહાસ નથી. એક અર્થમાં તે તે પ્રાણું માત્રને માટે જરૂરી એ ભક્તજનને આ ઇતિહાસ છે. આ ઇતિહાસ વાંચતા વાંચતાં ભકતમાં રહેલી હરિભક્તિ અનાયાસપણે વધુ દઢ થઈ જાય છે ! જેઓ આ ‘ચિત્રકેતુ'ને ઈતિહાસ સભાનપૂર્વક સાંભળશે અને જીવનમાં એને સાકાર બનાવશે, તે એવા સભાન પુરુષને કદીયે જન્મબંધન કે સંસારબંધન નડશે નહીં. તેવો સાચે શ્રોતા ભગવાનની પરમ શ્રદ્ધા પામીને આખરે મુક્તિને પણ અવશ્ય ભેટી શકશે.”
અદિતિ–દિતિવંશવર્ણન
હૈયેય ઈશ્વરી પુત્રો–કાઢી દયત્વ તેમનું; જોડતા દિવ્યતા સંગે, જગે દિવ્યત્વ વાઘતું. ૧ બલિપ્રહૂલાદનાં નામે, રાખવાં યાદ સર્વદા; હિરણ્યકશિપુ તેમ, રાવણાદિ ભૂલી જવા. ૨
ત્યારબાદ શુકદેવજી બોલ્યા : “રાજવી પરીક્ષિત ! સવિતાનાં પત્ની પૃશ્રિના ગર્ભથી આઠ સંતાને થયેલાં. તેમાં સાવિત્રી વગેરે
પ્રા. ૧૦