________________
૧૪૪
સાચવી સત્યનું મૂળ, વતે જ્ઞાની સુજાગ્રત; છતાં ભૂલ્ય ફળે તેનાં, ભોગવે સુખમાં રત. ૨ પરાણે દુઃખ પામી તે, ભૂલનાં ફળ ભોગવે, છતાં ચેતે ન અજ્ઞાની, સંસારચક્રમાં ભમે. ૩
નૈષ્ઠિક બ્રહ્મચારી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રાજન ! ચિત્રકેતુએ ખુશીથા સતી પાર્વતીજીને અભિશાપ (શા૫) ગ્રહણ કરી લીધે, તેથી પાર્વતીજીને ભારે આશ્ચર્ય થયું. ચિત્રકેતુ સાચો ભગવદ્ભકત હતા, તેથી શાપથી ન ડર્યો. ધારત તો તે પણ સતીજીને સામેથી શાપ આપી શકત, પણ પોતે પાર્વતી સતીજીના ક્રોધનું કારણ આપ્યુ, તેથી તેનું જ પરિણામ આવ્યું તે સ્નેહપૂર્વક સામેથી સ્વીકારી લીધું. આથી ભગવાન શંકરે ખુલાસો કરતાં સતી પાર્વતીજીને કહ્યું : “સતીજી! ભગવાનના જે ખરેખરા ભક્ત હોય છે તેની આ જ ખૂબી છે. એટલે “ચિત્રકેતુના આવા વર્તનથી આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી. સ્વપ્નમાં થયેલાં સુખદુઃખ જેમ જાગ્રતિ પછી મિથ્યા પુરવાર થાય છે, છીપમાં ચાંદીની ભ્રમણ દૂર થતાં જ છીપ
સ્પષ્ટ જણાઈ રહે છે, તેમ ભગવાનના ભકતને સત્ય જ વહાલું હેવાથી જરાક સત્ય જોખમાતાં, એનું દુષ્ટ પરિણામ વેઠવું પ્યારું લાગે છે. જેથી સત્ય પ્રત્યે જે પોતાની નિષ્ઠા છે, તે દૂર થઈ જાય ! આ રીતે ચિત્રકેતુ સાચા અર્થમાં ભગવાનને ભકત હતો અને રહી શકર્યો હતો. કર્મફળરૂપે સ્વર્ગ મળે કે નરક મળે, તેની ચિંતા કદી (ભગવાનના સાચા) ભક્તને હેય નહીં.” તે (ભગવાનભક્ત) તે પ્રત્યેક પ્રાણીમાં પરમાત્માને પેખે છે અને પ્રત્યેક ઘટનામાંના તથ્યને તરત પારખીને સ્વીકારી લે છે. તેથી શાપ મળવા છતાં રાજી થતો થતો ચિત્રકેતુ ગાંધર્વ પિતાના વિમાન પર ચઢીને નિશ્ચિતપણે ચાલતા થયો! ! ભગવાન શંકરના ચિત્રકેતુ સંબંધના આ વર્ણનને સૂણુને