________________
૧૪૩
કેમ કરી શકત ! ખરેખર તેા આ માણસે ભારે ભયંકર અપમાનનુ કામ કર્યું છે! ભગવાનરૂપે ણે પોતે જ હેાય તેવું શાસન કરવાની કુચેષ્ટા અથવા સાહસ પશુ તેણે જ કર્યાં છે. એથી આ માનવી બધા પ્રકારના દંડને (શિક્ષાને) પાત્ર હાય એમ મને તેા સરાસર સ્પષ્ટ લાગે છે.” એટલું બેલી ધગી ઊઠતાં કહ્યું : “હે દુર્મતિ ! તને પારાવાર ગઈ આવી ગયેા જણાય છે! તને ભગવાનના ચરણ-કમળમાં રહેવાને લગારે અધિકાર નથી, માટે તું પાપી યોનિમાં જ -આસુરી યાનિમાં જ ઝટપટ ચાલ્યે! ! જેથી કરીથી આવી
મહાન ભૂલ કરવાની ખે! ભૂલી જાય.''
આટલું સાંભળ્યા પછી તેા પરીક્ષિત રાજાને શુકદેવજીએ કહ્યું કે, ચિત્રકેતુ ખૂ" કાકલૂદી કરવા લાગી ગયા. પેાતાની ભૂલ પણ એને સમજાઈ ગઈ, પણ મેાડું થયું હતું ! એટલે હવે શિક્ષા સહન કર્યા વિના છૂટા ન હતા. માનવી પેાતાના સ્વચ્છંદ અને અહુ કારમાં મહાનથીયે મહાન વિભૂતિને જાણે પાતે કહેવાને અધિકારી માની અપમાન કરવાની હદે પહોંચી જાય છે. આ સ્વચ્છંદ અને મિથ્યાભિમાનને જ્યારે ભયકર ખદલે મળે છે, ત્યારે જ એને પોતાની ભૂલનું કાંઈક ભાન થાય છે, પણ તે વખતે મેાડું થઈ ગયું હાય છે ! ખેર. પણ ચિત્રકેતુનું હૃદય એટલું ઉચ્ચ ગણાય કે જે આ કર્યુ વચન સુણીને સામે ક્રોધી ન થતાં તેણે શંકર-પાર્વતીની ક્ષમા માગી તેના ચરણુકમળમાં લેાટી ગયા અને પેાતાનાં પાપને શ્રાપ પણ રાજી થઈને માથે ચઢાવ્યા.
વૃત્રાસુરરૂપે પુનર્જન્મ
ભૂલભ’ડાર-સ‘સારે, જ્ઞાની અજ્ઞાની બેની; નાનીમોટી થશે ભૂલા, શંકા ન કાંઈ તે મહીં, ૧