________________
સતી પાર્વતીને શાપ ભોગી ઘણા જગે પાકે, ત્યાગના રાગીયે થતા; કિન્તુ રાગ તણા ત્યાગી, અજેમાં કેક જન્મતા. ૧ ત્રિલોકનારનું હૈયું, ત્યાં જ ઠરી જતું ખરે, તેવા મહાન તે ત્યાગી-તપસ્વી સવિભૂતિ છે. ૨ સ્વચ્છેદી ને ઘમંડી તે જને એવી વિભૂતિનાં; મૂલ્ય જાણે નહીં મૂખં, તેથી કરે અવતા. ૩
ભગવાન સંકર્ષણ અંતર્ધાન થયા, તે દિશામાં નમસ્કાર કરી હવે ચિત્રકેતુ વિદ્યાધર આકાશમાં નિબંધ રીતે વિચરી રહેલા હતા. એમના શરીરનું બલ અને ઇન્દ્રિયની શક્તિ ઘણું વધી ગઈ હતી. જેથી મોટા મોટા મુનિવરે, સિદ્ધો અને ચારણે એમની સ્તુતિ કરવા લાગ્યા. એ વિદ્યાધરની પ્રેરણાથી બધા વિદ્યાધરની મનહર અને સુંદર સ્ત્રીઓ એમની પાસે ભગવાનના ગુણ અને લીલાઓનું ગીત ગાયા કરતી અને એમને આનંદ પમાડતી હતી.
એવામાં એક વખતે તે ચિત્રકેતુ વિદ્યાધર ભગવાન તરફથી પ્રાપ્ત થયેલા તેજોમય વિમાન પર બેસીને ક્યાંક જવા નીકળે, ત્યાં જ એણે જોયું કે ભગવાન શંકર મેટા મોટા મુનિવરોની સભામાં સિદ્ધ-ચારણે વચ્ચે બેઠા છે. અને સાથોસાથ ભગવતી સતી પાર્વ, તીજીને એમની ગોદમાં એમણે બેસાડ્યાં છે, એટલું જ નહીં બલકે એક હાથથી પાર્વતીજીને આલિંગન આપીને પિતે બેસી ગયા છે ! આ જોઈને ચિત્રકેતુને અચંબો લાગ્યો અને માઠું પણ લાગ્યું. એટલે તે પિતાનું વિમાન ત્યાં લઈ જઈ હસી-મશ્કરી કરતો સતી પાર્વતીજી બરાબર સાંભળે તેમ ઘાંટા પાડી પાડીને બોલવા પણ લાગી ગયો : “અરે ! અરે ! શંકરજી તે આખાયે જગતને દાખલે બેસાડનાર