________________
૧૪૦ અને આ પ્રકારના રૂપક ઉપદેશ વગેરેથી સૌને વિવેક જાગી ગયો. ચિત્રકેતુ રાજા પણ વિધિસર થયુનાસ્નાન કરીને પિંડ–તર્પણદિ વિધિ પતાવીને બને ઋષિઓના ચરણમાં લેટી પડ્યો ત્યારે દેવર્ષિ નારદે ભગવસ્વરૂપને સુંદર ઉપદેશ આપે. રાજા ચિત્રકેતુએ આ ઉપદેશની અસરથી સાત દિવસ સુધી લગાતાર એકલા પાણી પર ઉપવાસ કર્યા. જેને લીધે જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ્ઞાન પછી એમને પરમ પવિત્ર એવું શેષ ભગવાનનું દર્શન થયું. એટલે કે જગતના અધિષ્ઠાનને સુંદર અનુભવ થઈ ગયો. આથી એમનાં બધાં પાપ ઝાડીઝૂડીને સાફ થઈ ચૂકયાં. ત્યારે એને જાણે ભગવાન ખુદ બેલતા હાય ! તેવું સુંદર સંવેદન થયું. એ આ જાતનું હતું : “જીવા આમ તે શિવસ્વરૂપ અથવા પરમાત્મસ્વરૂપ જ છે. પરંતુ પરમાત્મા સ્વરૂપને ભૂલી જગતમાંના બાહ્યભાવો પર હાઈ જાય છે, તેને લીધે જ તે બીચારે જન્મ-જન્માંતરના ચક્રમાં પડી જાય છે. પરંતુ ઘણીવાર મોહ પમાડનારી વસ્તુઓથી (એ જ્ઞાનને લીધે) અલગ ભાગવા માંડે છે, તે પણ બરાબર નથી. આખરે બીજાઓને મોહવાસના લાગે ત્યાં રહીને (સગે રહીને જ) નિર્મોહતા અને નિર્વાસનામય બનાવાનું છે, તે ન ભૂલવું જોઈએ. શરૂઆતમાં ભલે મેહક લાગતી વ્યક્તિ કે વસ્તુઓથી દૂર રહે ! પણ આખરે તો એમની સાથે ચીટકી રહેવા છતાં નિર્લેપતા–અનાસક્તિ સિદ્ધ કરવાની છે ! તે જ સર્વાણિ પૂર્ણતા પ્રાપ્ત થઈ શકશે. નહીં તે રહી ગયેલી અધૂરાશ ઉપર ચઢઢ્યા પછી પણ નીચે જ પાડવાની છે !” આ સંવેદન પછી જેવી આંખ ખોલે ત્યાં તે ભગવાન શેષ જાણે એટલી સંવેદના કરાવી અંતર્ધાન જ થઈ ગયા. એમની દિશા ભણ નમસ્કાર કરી, હવે ચિત્રકેતુ રાજ મેરુ પર્વત પર વિચારવા લાગી ગયે.”