________________
શેષ ભગવાનને સાક્ષાત્કાર
મૂળ તે શિવ છે જીવ, કિંતુ અજ્ઞાન મેહથી; શિવસ્વરૂપ ભૂલીને, ભવભ્રમણમાં પડ્યા. ૧ નિમિત્તે મેહનાં ખૂબ, તેમાં રહ્યા છતાંય જે, સાધે નિલેપતા તે તે, મેક્ષમાર્ગ બને ખરો. ૨
દેવર્ષિ નારદે શબમાં પાછો તે જીવને બેલાવી તેમની આગળ નારદજી બોલ્યા: “હે જીવાત્મા, તારા પિતાજી, માતાજી અને હવે તે ઝેર આપનારી વિમાતાએ પણ પસ્તાવો કરીને વિનવે છે. ફરી તું આયુષ્ય પ્રાપ્ત કરી આ રાજસિંહાસનને અને ભોગને ભગવ.” જીવ બોલ્યો : "મારે મારાં ખરાં માતપિતા કોને માનવાં ? અને કેની વિનંતિથી પાછા ફરવું ? કારણ કે આવાં તે મારાં અનંત જન્મજન્માંતરો થયાં છે. જેમ સોનું વગેરે ખરીદ વેચાણની ચીજો એક વેપારીની પાસેથી બીજા વેપારી પાસે આવે અને જાય છે તેમ આ જીવ પણ અનેક યોનિમાં પરિભ્રમણ કરવા અનેક પાસે આવ-જ કરે છે. જ્યાં લગી લેણ-દેણના સંબંધો હોય ત્યાં લગી તે રહીને પછી પાછો પ્રયાણ આદરી દે છે. ખરી રીતે તે માનવ-જીવનનો સાર મોક્ષ અથવા પરમેશ્વરની પ્રાપ્તિ છે. તે માર્ગ આ જાતનું પર સ્પરનું કર્તવ્ય સમજવાથી જ સરળ થઈ પડે છે.”
હવે પરીક્ષિતરાજાને શ્રી શુકદેવજી કહે છેઃ “બસ, આટલું કહીને પેલે જીવ તે ચાલ્યા ગયે. પરંતુ એ જીવના આવા કથનથી, એક બાજુ સૌને આશ્ચર્ય થયું, તે બીજી બાજુથી કર્તવ્ય સંબંધ અને મોહ સંબંધ વચ્ચે ભેદ બરાબર સૌને સમજાવા લાગી ગયે. પેલી બાલહત્યા કરનારી માતાઓએ હાર્દિક પ્રાયશ્ચિત્ત પણ યમુનાના તટ પરી નાખ્યું. આ રીતે અંગિરા અને નારદમુનિના આવવાથી