________________
૧૩૮
સંચાર કરી દે છે. તે ખરેખર આપ કોણ છે, તે તો મને કહે ? તરત અંગિરા મહર્ષિ વદ્યાઃ “પુત્રની તારી અતીચ્છા પૂરનાર હું પિત અંગિરા ઋષિ છું. અને બીજા મારી બાજુમાં અને તારી સામે ઊભા છે તે ખુદ બ્રહ્માજીના પુત્ર નારદજી છે. જ્યારે તારી ખેખિન્ન દશા (ભગવાને તું ભક્ત હોવા છતા) જોઈ એટલે તને ખેદમુક્ત કરવાના હેતુએ અમે બન્ને અહીં આવી પહોંચ્યા છીએ ! ખરું પૂછે, તો અને ભગવાનના ભક્તોને સાચું ભાન કરાવવા જ જગતમાં ભમી રહ્યા છીએ. હું જ્યારે પહેલાં આવેલો ત્યારે જોયું કે તારા હૈયામાં ઉત્કટ સંતાન લાલસા છે. એટલે જ્ઞાનને બદલે સંતાન આપ્યું ! શરૂઆતમાં અભિમુખ થયેલા કે થનારા માનવીને ભગવાનના અમે સંદેશવાહક માનવી ભગવાન પરની શ્રદ્ધા દઢીભૂત કરવા, તેવા જિજ્ઞાસાપ્રિય માનવીની જે જાતની તેની પ્રબળ ઈચ્છા હોય તે પહેલી પૂરી કરી નાખીએ, પણ જેવી શ્રદ્ધા જરાક દઢ થઈ કે તરત એક કસોટી પ્રતિકૂળ અને પછી સાનુકૂળ આપીએ છીએ, જેથી તે ઘડાઈ ઘડાઈને ભક્તિમાં મજબૂત બની જાય. તને એ તો ખ્યાલ હવે જ ગયો હશે કે પુત્રમાં સુખ નથી.” બસ આવું જ સત્તા, ધન, માલ, જમીનજાયદાદ અને પત્નીનું પણ સમજવું! ખરી રીતે તે આ બધાં મનનાં જ રમકડાં છે. અને તે કપિત અને સાવ નકામાં છે. કેમકે એમાં કશુંય સુખ છે જ નહીં અને છતાં સુખ ભાસે છે એ જ વિચિત્રતા છે.' ત્યાં જ નારદજી સમય જોઈને બેલી ઊઠયા : રાજા ચિત્રકેતુ! અંગિરાઋષિની વાણુથી તારું હૈયું દ્રવી ઉઠયું છે. જિજ્ઞાસા જાગી ઊઠી છે જે જોઈ હું તને આ એક “મંત્રોપનિષદ' આપું છું તે ધારણ કરી છે. ભગવાન શંકર આદિ પણ શ્રી સંકર્ષણ દેવને શરણે ગયા છે. અને અભિન્નતા મેળવી લીધી છે. તેને પણ આજે એ જ વાત સુણાવી દઉં છું. તેઓને વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ એમ જુદાંજુદાં નામોથી સંબંધી શકાય છે. એને જ શરણે તમે જાઓ એટલે રાજાજી ! તમને સર્વ પ્રકારે સંતોષ થશે.”