SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અંગિરા-નારનું આશ્વાસન કેઈ આજે ગયા કેઈ, જવાના કેઈએમ જે; સંસારની ગતિ આ ત્યાં ! કથી શેક શું વળે? ૧ હેથી ન માત્ર આવડે કે દિલાસ દઈ નાસતાં, કિંતુ પ્રત્યક્ષ હોંચીને, સયિ જે બની જતાં. ૨ તેવા ઋષિ–મુનિઓનું, ભારત તેથી વિશ્વમાં ધર્મમૂર્તિ ગણાવે છે, વિશ્વ ગુરુ બને સદા. ૩ પુત્રના શબ આગળ શબ જેવી હાલતમાં આવી પડેલાં રાજારાણને બંને મુનિઓએ આ મુજબ કહ્યું : “તમો એ જાણે છે ખરાં કે આ મરી ગયેલું બાળક પૂર્વ જન્મમાં તમારું શું સગું હતું ? જેમ પાણી અને રેતી બને મળે છે અને પછી વિખરાઈ જાય છે તેવું જ આ આખાય સંસારનું છે. સમયના ધોરી પ્રવાહમાં મળવું અને વિખરાવું બન્યા જ કરવાનું. શાશ્વત તો એ છે કે જે સદાય એક સરખું રહ્યા કરે છે. આવા તો એક માત્ર ભગવાન જ છે. જેઓ પ્રાણી માત્રના અધિપતિ છે. કારણ કે ભગવાનરૂપ પરમ આત્મામાં જન્મ-મૃત્યુને વિકાર છે જ નહીં તેમને નથી ઇચ્છા કે નથી કશી અપેક્ષા ! એટલે કે એવા ભગવાનનું જ ચિન્તન કરવું જોઈએ. પરિવર્તનશીલ આ સંસારમાં મૃત્યુ એ અનિવાર્ય દશા હોઈ તેનાં શોક ચિંતા કરવા નકામા છે.” બ્રહ્મચારી શુકદેવજી પરીક્ષિત રાજાને ઉદ્દેશીને કહે છે: “મહર્ષિ અંગિરા તથા દેવર્ષિ નારદજીની આ દિવ્યવાણથી ચિત્રકેતુ રાજાને જરા શાન્તિ તે થઈ અને આંસુ લૂછી તેઓ બોલ્યાઃ આપ બન્નેની સાદી સીધી વાણી પણ મારા શુષ્ક અને નિરાશા મનમાં નવપલ્લવપણું અને આશાને
SR No.008082
Book TitleAbhinava Bhagawat Part 1
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Sahitya Prakashan Mandir Ahmedabad
Publication Year1984
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy