________________
૧૩૬
સમ્રાટ હોય તેવા રાજવી હતા, છતાં એક સંતાન ન થવાને કારણે બાપડા ભારે ચિંતાગ્રસ્ત અને દુઃખી રહેતા હતા. એકવાર અંગિરા ઋષિ ત્યાં પધાર્યા. અચાનક આવા મહાન ઋષિ પધારતાં રાજાએ વિધિપૂર્વક અર્ચા-પૂજા કરી મુખ્ય આસને બેસાડ્યા પછી રાજા નીચે ભોંય પર બેસી ગયો. તેના વિનયથી ઋષિજી ખૂબ પ્રભાવિત થઈ પ્રસન્ન મને બેલ્યાઃ “ગુરુ, મંત્રી, રાષ્ટ્ર, દુર્ગ, ખજાને, સેના અને મિત્ર રાજાઓથી ઘેરાયેલું હોવાથી તું સુખી છે ને ? ખરી રીતે તો જેને આધીન પોતાનું મન છે, તેને જ અધીન; પનીઓ, પ્રજા, મંત્રી, સેવક, વ્યાપારી, દીવાન, નાગરિક, દેશવાસી, બીજા રાજાઓ અને પુત્રાદિ હોય, તેમ આ બધા તમારે આધીન છે ને ? પરંતુ આપને ચહેરે જોતાં કોઈ મોટી ચિન્તા તમોને હેય એવી મને છાપ ઊઠી છે. તે ખરેખર શું છે ?' ઋષિજી જાણતા હોવા છતાં અંકે કરવા ચિત્રકેતુને પૂછે છે. ચિત્રકેતુ રાજાએ કહ્યું: “તપ, જ્ઞાન વગેરે દ્વારા આપ જાણવા છતાં મને જે પૂછે છે તે નમ્રતાથી મારે કહેવું જોઈએ. અને રાજાએ સંતાન ભાવની વાત કહી અને એ દુઃખ દૂર કરવા ઋષિજીને પ્રાર્થના પણ કરી. તરત જ અંગિરા ઋષિએ ત્વષ્ટાદેવનું યજન “ચરુ નિર્માણ કરીને કર્યું અને તે પ્રસાદ સૌથી મોટી કૃતઘુતિ પટરાણીને આપી “પુત્ર થશે' એમ કહ્યું. સમય પર સુંદર પુત્ર થવાથી શરસેન દેશની પ્રજા પણ રાજી થઈ ગઈ અને ચિત્રકેતુ રાજાના આનંદનું તે પૂછવું જ શું ? ઘણાં વર્ષો પછી પુત્ર થતાં સ્નેહબંધન ખૂબ વધતું ચાલ્યું. પણ રાણું અને પુત્ર પર રાજાને નેહ વધતાં બીજી રાણીઓની ઈર્ષ્યા વધી પડી. સમય જોઈને તેઓએ બાળકને ઝેર આપ્યું. એકને એક પુત્ર જવાથી પટરાણી, રાજ તથા પ્રજા સૌ દુઃખપૂર્ણ રીતે રડવા લાગ્યાં. જે જાણું તરત અંગિરા અને નારદ બને ઋષિએ ત્યાં આવી પહોંચ્યા.