________________
૧૩૫
રાજવી પરીક્ષિતજીએ બહુ જિજ્ઞાસા ભરી રીતે પૂછયું : “હે શુકદેવજી ! ભગવાનની ભકિત ( અને તે પણ નિષ્કામ ભકિત) તો સત્વગુણુ કે ત્રિગુણાતીતતા પામેલા દેવી છો અથવા ઋષિમુનિ ઓને પણ અતિ-દુર્લભ હોય છે. તે મેટેભાગે તમોગુણ અને બહુબહુ તે રજોગુણ એવા વૃત્રાસુરને ભગવાન શ્રી નારાયણના ચરણેની અનન્યભાવને શી રીતે થઈ શકી ? આ સંસારમાં અનંત પ્રાણીઓ છે. તે પૈકી માત્ર માનવ જ મોક્ષ મેળવી શકે અને માનવોમાં પણ કેઈ વિરલા જ સગેવાંગ શુદ્ધ રહી તે સ્થિતિને આંબી શકે. આવી કઠિન સ્થિતિમાં જે દેવને સતાવનારે મહાશત્રુ ગણાય, તે અસુરાધિપતિ રમે વૃત્રાસુર યુદ્ધ વખતે પ્રભુચરણરત રહી, ઇન્દ્રને પ્રસન્ન કેમ કરી શકે ? એ સમજતું જ નથી. આપ જરા આ વાતને સરળ રીતે સમજાયા કૃપા કરો.” આ પ્રશ્ન સાંભળીને શુકદેવજી ખૂબ જ રાજી થયા એવું શૌનકાદિ ઋષિએને કહેતા સૂજી હવે શ્રી શુકદેવજીએ શું કહ્યું કે એમના જ શ્રીમુખે વર્ણવે છે શ્રી શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રાજન! તમારે પ્રશ્ન પૂછીને તમે જગત પર ઉપકાર કર્યો છે. કારણ કે આ એક પ્રાચીન ઈતિહાસ છે ! જે મેં મારા પિતાશ્રી વ્યાસજી, દેવર્ષિ નારદમુનિ તથા મહર્ષિ દેવલજી પાસેથી પણ બરાબર સાંભળે છે. આ પ્રાચીન કાળની વાત છે: સૂરસેન નામના દેશમાં ચક્રવતી–સમ્રાટ મહારાજ ચિત્રકેતુ રાજ્ય કરતા હતા. તે વખતે પૃથ્વી પ્રજાની ઇરછા અનુસાર અન્ન, ફળ વગેરે બધું આપ્યા કરતી હતી. જ્યાં નીતિમય વ્યવહાર અને ધર્મલક્ષી વૃત્તિ છે, ત્યાં આવું બને જ એમાં નવાઈ નથી. અનેક રાણીઓ ચિત્રકેતુ રાજાને હતી. સુંદરતા, ઉદારતા, યુવાવસ્થા કુલીનતા, વિદ્યા અને વીર્ય સામર્થ તથા રાજવીનાં અધય તથા સામર્થ્યમાં કમી નહોતી. રાણીઓ પણ એક એકથી રૂપ ગુણમાં ચઢે તેવી હતી છતાં સંતાન એકેયને એક પણ નહેતું થયું. આ ચિત્રકેતુ આખી પૃથ્વીને જાણે એકછત્રી
કમી લીસા
હું આ છે. તે તેની