________________
૧૩૦
તેમ જ આ આ
પરીક્ષિતજી તરત અન્વાહાપચન નામના દક્ષિણાગ્નિથી એક એવો મહાભયંકર દૈત્ય પેદા થયો કે જાણે પ્રલયકાલીન લોકનાશક વિકરાળ કાળ કાં ન હોય ! તે દિને દિને ખૂબ વયે જતા હતા. તે જાણે બળતા પહાડની સમાન કાળ હતો અને એના શરીરમાંથી સંધ્યાકાળનાં વાદળાં જેવી દીતિ નીકળ્યા કરતી હતી! એના માથાના વાળ અને દાઢીમૂછ તપેલા તાંબા જેવાં લાલ રંગનાં અને ચક્ષુઓ બપોરના સૂર્ય જેવાં ડરામણુ હતાં. ત્રણ ખૂણાવાળું ત્રિશલ લઈને જ્યારે એ નાચવા લાગી જતો, ત્યારે પૃથ્વી કંપવા લાગી જતી. અને એવું જણાતું કે જાણે પિતાના ત્રિશુલ ઉપર એણે આકાશને ઉપાડી રાખ્યું હેય !” વારંવાર બગાસું ખાવા મેં ઉઘાડતો ત્યારે ગિરિગુફા જેવું તે મુખ જાણે આખા આકાશને પી જશે કે શું ? જીભથી બધાં નક્ષત્રને ચાટી જશે કે શું ? પિતાની વિશાળ અને વિકરાળ દાઢવાળા મુખથી જાણે ત્રણેય લોકને ગળી જશે કે શું આવા તેના ભયંકર રૂપને જોઈ બધા લેકે ડરી જતા અને અહીં તહીં ભાગી જવા લાગતા ! ત્વષ્ટાના આ તમે ગુણું પુત્રનું નામ વૃત્રાસુર પડી ગયું હતું. મોટા મોટા દે પોતપોતાના અનુયાયીઓ સહિત તેના ઉપર તૂટી પડતા, પરંતુ દેવોનાં શસ્ત્રાસ્ત્રો જ તે ગળી જતો. દેવાના આશ્ચર્યની આથી સીમા જ ન રહી ! દેવને પ્રભાવ જ જાણે ચાલ્યો ગયે ! તે સૌ દીન, હીન અને ઉદાસ થઈ ગયા અને આદિપુરુષ શ્રીનારાયણને શરણે જઈ પ્રાર્થના કરવા લાગ્યા. દેવની પ્રાર્થનાથી ખુદ ભગવાન એમની સામે પશ્ચિમ બાજુથી પ્રગટ થઈ ગયા. તેમના હાથમાં શંખાદિ હતાં. તેમની સાથે તેમના સોળ પાર્ષદ હતા. દેવોએ સાષ્ટાંગ પ્રણામ ગદ્ગદિતભાવે કર્યો. આથી પ્રસન્ન થઈ ભગવાનને તેઓને દધીચિ જેવા વ્રત, તપ અને જ્ઞાનમય ઋષિના અંગનું વિશ્વકર્મા દ્વારા આયુધ બનાવી વૃત્રાસુરને મારવાને સફળ ઈલાજ બતાવી દીધો.”