________________
વૃત્રાસુરને ઉત્પાત
વૈરનો બદલે લેતાં, વૈર--બીજ રહી ફરી; ફેલાય વિશ્વમાં જેથી, અશાન્તિ કાયમી. ૧
માટે સતી દ્વિજે સંત, ત્યાગે તથા તપે કરી; ઘરથી માંડીને વિશ્વ, બનાવે શાતિ કાયમી. ૨ તેથી વૈર ભૂલી હાલે, વિશ્વને જે વધાવશે. તે જ સતી દ્વિજ સંતે તણું ઋણ અદા કરે. ૩
શુકદેવજી બોલ્યા : “. પરંપરાથી મેં એવું સાંભળ્યું છે કે વિશ્વરૂપનાં ત્રણ માથાં હતાં. તેઓ એક મેઢેથી સોમરસ અને બીજે મોઢેથી સુરાપાન કરતા હતા. અને વળી ત્રીજે મેઢેથી અન્ન પણ એકી સાથે ખાતા હતા. એ વિશ્વરૂપના પિતા ત્વષ્ટા વગેરે બાર આદિત્ય દેવતા હતા. એથી તેઓ યજ્ઞ સમયે પ્રત્યક્ષરૂપે ઊંચા સ્વરથી (ઊંચેરા અવાજથી) બેલીને ઘણું જ વિનયથી દેવતાઓને આહુતિ આપતા હતા. પરંતુ એમની માતા અસુર કુળની હતી. આથી અંદરખાનેથી તેઓ દૈત્યના પક્ષપાતી હતા. અને ગુપ્ત રીતે અસુરે અથવા દૈત્યને પણ યજ્ઞભાગ આપતા હતા. આથી ભવિષ્ય વિશ્વરૂપજી દૈત્યોને સહારે લઈ પિતાને નાશ કરશે-રંજાડશે...” એમ માની તેમની પાસે દેવે કે આવી તલવારથી ત્રણેય માથાં ઉતારો નાખ્યાં. બ્રહ્મહત્યાનું આ પાપ તરત ઇન્ડે ન સ્વીકારતાં એક વર્ષ પછી પિતાની શુદ્ધિ માટે ચાર ભાગમાં વહેંચી નાખ્યું. પૃથ્વી, વન
સ્પતિ, સ્ત્રી અને પાણએ એ ઝીલી લીધું. ત્યાર બાદ વિશ્વરૂપના પિતા ત્વષ્ટા, ઇન્દ્ર – શત્રુ પેદા કરવા હવન કરવા લાગ્યા.
પ્રા. ૯