________________
૧૨૮
ચારણું, ગંધર્વ, બ્રહ્મવાદી, મુનિગણ, વિદ્યાધર, અપ્સરાઓ, કિનર, પક્ષી અને નાગ પણ સેવા-સ્તુતિ કરતાં હતાં. તે વખતે બૃહસ્પતિગુરુ પધાર્યા. તેઓ સૌના પરમ આચાર્યું છે. એમ છતાં ઇન્દ્ર ન ઊભા થયા કે ન આસનાદિથી ગુરુ-સત્કાર કર્યો ! એટલી હદે કે તેઓ આસન પર જ બેઠા જ રહ્યા. તે એશ્વર્ય દોષ જોઈ બુહસ્પતિ આચાર્ય ચૂપચાપ ત્યાંથી ચાલી જઈ ઘેર પહોંચી ગયા. ત્યાર પછી ઇન્દ્રને સમજાયું ખરું કે “મેં ગુરુની અવહેલના કરી છે !' એટલે ઇન્દ્ર પોતે જ સભામાં આ ઘટના બદલ ખેદ વ્યક્ત કર્યો અને પિતે ઐશ્વર્ય મદમાં ભૂલ્યા, તે યાદ કરી ખૂબ પસ્તાવો કરવા લાગી ગયા. આ ક્ષતિ દેવોના શત્રુ અસુરના ખ્યાલમાં તરત આવી ગઈ. તેઓએ બધાએ પિતાના ગુરુ શુક્રાચાર્યના આદેશથી હથિયારો વરસાવ્યાં. દેવે મરવા લાગ્યા, ત્યારે એ બધા દેવો બ્રહ્માજીને શરણે ગયા. બ્રહ્માજીને દેવોની આ દશાથી કરૂણું ઊપજી અને ત્વષ્ટાપુત્ર સંયમી વિશ્વરૂપ ઋષિની મદદ માગવા માટે દેવોને સલાહ આપી. તેઓએ તેમ કર્યું. ત્યારે વિશ્વરૂપજી બોલ્યા: ‘તમારી ઈચ્છા, મારી પાસે પુરોહિતપણું કરાવવાની છે ! જે કે એ કામ શાસ્ત્રમાં હલકું ગણાય છે, છતાં આપ વડીલની આજ્ઞાને લીધે, હું એ કામ જરૂર કરીશ. અને ખરેખર એ કામ એણે સુંદર રીતે ચાલુ રાખ્યું અને “નારાયણકવચ, ૐ નમો નારાયણાય અને “ નમે ભગવતે વાસુદેવાય” એ મંત્રને સહૃદય અપનાવાથી તમારી જરૂર બધી રીતે રક્ષા થશે અને ખરેખર એ રીતે દેવે સર્વ પ્રકારના ભયથી મુક્ત થયા. આ વિશ્વરૂપ દ્વારા પ્રાપ્ત થયેલી વૈષ્ણવી વિદ્યા ધારણ કરી રણભૂમિમાં અસુરોને ઈજે જરૂર જીતી લીધા. એક કોશિક ગોત્રી બ્રાહ્મણે પિતાનું શરીર મભૂમિમાં આ કવચ ધરીને છેડયું તે એ બ્રાહ્મણના હાડકાને ગંધવરાજ ચિત્રરથે તે સરસ્વતીમાં લઈ જવાં પડેલાં, એ વાત પણ વિશ્વરૂપે ઇન્દ્રને સંભળાવીને શ્રદ્ધા પ્રથમથી મજબૂત કરેલી.”