________________
૧૨૭
તે બધી પુત્રીઓ પોતાના પિતા દક્ષ પ્રજાપતિને ઘણો બધે આદર અને પ્રેમ કરતી હતી. સાઠમાંથી દશ કન્યાઓ દક્ષ પ્રજાપતિએ ધર્મને પરણાવી. તેર કન્યાએ કશ્યપને પરણવી. સત્તાવીસ કન્યાઓ ચંદ્રમાને પરણવી. બે ભૂતને, બે અંગિરા ઋષિને, બે કૃશાપને તથા ચાર તાર્ય નામધારી એવા કશ્યપને પરણાવી. તેનાં સંતાને ઘણાં જ થયાં અને દુનિયાભરમાં ફેલાયાં. તે પૈકી અદિતિની વંશપરં. પરામાં ભગવાન પોતે પોતાના અંશરૂપ વામનરૂપે અવતાર ધારણ કરેલ.”
વિશ્વરૂપની કથા
નારાયણ કવચથી સહુ દૈત્ય જીતી, દેવ તણું પ્રમુખ ઈન્દ્ર થતા ફરીથી; ઐશ્વર્યવંત ઝટ વિશ્વરૂપ – કૃપાથી. પ્રાયશ્ચિત્તે હદય શુદ્ધિ થવાથી સાચી.
સાચા ગુરુ તણી થાયે, શિષ્યથી અવહેલના; તોયે તે જીરવી આપે, મીઠી શિખામણે સદા. ૨
શુકદેવજી બેલ્યા : “ઈન્દ્રને ત્રિલોકી અશ્વર્ય મળવાથી ઘમંડ થઈ ગયેલું. તેથી ગર્વને કારણે ઈન્દુ ધર્મમર્યાદા તથા સદાચારમર્યાદાનું ઉલ્લઘંન કરવા માંડેલું. એક દિવસે ભરી સભામાં તેઓ પિતાની પત્ની “શચી' સાથે સિહાસન પર બેઠેલા. ઓગણપચાસ મરુદ્ગણ, આઠ વસુઓ, અગિયાર રુદ્રો, આદિત્ય, ઋભુગણ, વિશ્વદેવા, સાધ્યગણું, બે અશ્વિનીકુમાર વગેરે એમની સેવામાં હાજર હતા. સિદ્ધ,