________________
૧૨૬
કરીને દેખાડી દે છે. આવા અધ્યાત્મશાસ્ત્રરૂપી હંસને આશ્રય છડી બહિર્મુખ બનાવવાવાળા કર્મથી કશે લાભ નથી. ચક્ર તે કાળ પોતે જ છે, તે અખંડ ફરતો રહે છે ! એ કાળની ધારા તીખી વજ જેવી છે. અને તે સારાયે જગતને પિતાના ભણું ખેંચી રહેલ છે. એટલે ખરી રીતે કર્મ સ્થિર બુદ્ધિથી વિવેકબુદ્ધિથી જ કરવાં જોઈએ.” આમ વિચારી તે હઈશ્વોએ બધાએ એકમતથી નિશ્ચય કરી લીધો. અને નારદમુનિને પરિક્રમા કરીને જ્યાં જઈને પછી કદી પાછું ન ફરવું પડે, તેવા મોક્ષમાર્ગના સાચા પથિક બની ગયા. નારદજી પણ પિતાનું કામ પૂરું થયેલું જાણું પ્રભુભજનમાં મસ્ત બનીને પાછા પિતાના રાજના કાર્ય મુજબ કલેકાંતરમાં વિચારવા લાગી ગયા. પણ આ વાત સાંભળી દક્ષ ખૂબખૂબ નાખુશ થયા. જો કે બ્રહ્માજીએ દક્ષ પ્રજાપતિને ઘણું સાંત્વન આપ્યું, જેથી દક્ષે એ જ અસિકની પત્નીથી શબલાધુ નામને બીજા એક હજાર પુત્રો પેદા કર્યા. તેઓ પણ પિતાના પિતાની આજ્ઞાને કારણે એ જ નારાયણ સરોવર પર તપ કરવા ગયા. અને તેઓએ “ૐ નમો નારાયણાય પુરુષાય મહાત્મને, વિશુદ્ધસર્વાધિસ્થાય, મહાકંસાય, ધીમહિ એ મંત્રને અભ્યાસ કરી મંત્રાધિપતિ ભગવાનની આરાધના કરવા લાગ્યા. ત્યાં પણ નારદમુનિએ અને તેઓને પણ તેમના ભાઈઓને માગે જવા સૂચવ્યું, આથી તેઓ તે માગે ગયા અને દક્ષ પ્રજાપતિને નારદ પર ખૂબ ગુસ્સો આવી ગયો. તેઓએ વિષયોની કટુતા જાણ્યા વિના વિષયનિવૃત્તિને માગે પોતાના બાળકને મોકલ્યા, તે ખોટું કર્યું. માટે તમે ભટકતા જ રહે ! એવો શાપ આપી દીધા ! નારદજીએ મુનિધર્મ પ્રમાણે તે અપકારનેય માથે ચઢાવે.”
શુકદેવજી બોલ્યા : “પરીક્ષિત રાજા ! ત્યાર બાદ બ્રહ્માજીએ બહુ બહુ પ્રેમ, ધીરજ અને શાંતિથી સમજાવ્યા એટલે દક્ષ પ્રજાપતિએ ફરી પાછી પિતાની ધર્મપત્ની અસિકની થી સાઠ કન્યાઓ જન્માવી