________________
૧૨૫
તે સર્વોચ્ચ છે, ભગવાન છે. એ પ્રમાણે પ્રકૃતિ આદિથી અતીત અને નિયુક્ત એવા પરમાત્માને પરખ્યા-જોયા વિના ભગવાન પ્રત્યે અસમર્પિત એવાં (જેમને મિથ્યાકર્મો કહી શકાય, તેવાં) કર્મો કરવાથી શું લાભ? પરમાત્માને પરખ્યા-જોયા પછી જીવને સંસારમાં પાછું ફરવું જ પડતું નથી. જે પોતે સ્વયં અને અંતજતિરૂપ છે એવા પરમાત્માને જાણ્યા પરખ્યા વિનાનાં કર્મો તો બહુ બહુ તે સ્વર્ગ સુખ ભૌતિક સુખ આપી શકે અને ફરી પાછા ચોરાસી લાખ જીવનિના ચક્રમાં ફસાઈ ભમવું પડે, તેવાં કર્મ કર્યા કરવાં એ તો સાવ ફિજલ છે ! આમાં જે બુદ્ધિ કામ કરે છે, તે જ સત્વ, રજ અને તમ ગુણેથી યુક્ત થવાને લીધે વ્યભિચારિણું સ્ત્રીના જેવી જ છે.
આ બુદ્ધિમાં જ્યાં લગી વિવેક ન જાગે, ત્યાં લગી અશાન્તિદાયક કર્મો બનવાનાં અને તેનો કઈ અર્થ નથી, આ કુલટા સ્ત્રી જેવી બુદ્ધિને પરાધીન બનેલા જીવની સહજ સ્વતંત્રતા નષ્ટ થઈ ચૂકી છે. અને તે અનંત જન્મથી એ બુદ્ધિને માર્યો ભટક્યા જ કરે છે ! માયા જ એક નદી છે. તપ-વિદ્યા આદિ એ નદીના કિનારાઓ છે. પણ કિનારા પર અહંકાર આદિ દોષોને કારણે એને વેગ ઘણે વધી જાય છે. સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે એ માયા નદીને પ્રવાહ એક બાજુ સૃષ્ટિ પેદા કરવા પાછળ છે, તો બીજી બાજ પ્રલય તરફ પણ એનો પ્રવાહ વહ્યું જાય છે. એ પચીસ તનું અદ્ભુત ઘર છે. પુરુષ જ એનું આશ્ચર્યમય આશ્રયસ્થળ છે. તે જ સમસ્ત કાર્યકારણમક જગતને અધિષ્ઠાતા છે. આ જાણવું તે જ સાચી સ્વતંત્રતાને માગે છે. તે વિનાની સ્વતંત્રતા એ સ્વછંદતારૂપ છે. અને એવા કર્મો વ્યર્થ કર્મો છે. ભગવાનનું આવું સાચું સ્વરૂપ બતાવવાવાળું શાસ્ત્ર જ હસ સમાન, નીરક્ષીરવિકી છે. તે બંધન અને મુક્તિ; ચેતન અને જડ એ સૌને વેગળું વેગળુ