________________
૧૨૪
આવી લાગ્યા અને બેલ્યા “તમે તમારા પિતાજીના વચન પ્રમાણે પ્રજોત્પત્તિ કરવા તૈયાર થયા છે પણ લાગે છે મૂર્ખ શિરોમણિ. અરે મૂર્ખ ! તમે જે સૃષ્ટિને અંત નથી પરખ્યો કે જોયે. તે સૃષ્ટિ કરશે શી રીતે ? આ તે મોટા ખેદની વાત છે. સાંભળે ?
એક એવો દેશ છે કે જેમાં માત્ર એક જ પુરુષ છે. એક એવું છિદ્ર છે કે જ્યાં પેઠા પછી બહાર નીકળવાને કોઈ રસ્તો જ નથી. એક એવી સ્ત્રી છે કે જે બહુરૂપિણી છે. એક એવો પુરુષ છે કે જે વ્યભિચારિણુને પતિ છે ! એક એવી નદી છે કે જે આગળ અને પાછળ બંને બાજુ વહ્યા કરે છે એક એવું વિચિત્ર ઘર છે, જે પચ્ચીસ પદાર્થોનું બનેલું છે. એક એવો હંસ છે કે જેની કહાણી ઘણી વિચિત્ર છે ! એક એવું ચક્ર છે કે જે છરા અને વજથી બનેલું છે ! અને પોતાની મેળે ઘૂમતું રહે છે ! ભૂખ લેકે ! તમે તમારા પિતાજીના ઉચિત આદેશની પાછળનું મુખ્ય રહસ્ય નહીં સમજી લે અને ઉપર મેં બતાવી, તે વસ્તુઓને જોઈ જાણું નહીં લો, ત્યાં લગી તમારા પિતાજીની આજ્ઞાનુસાર સૃષ્ટિ કેમ કરી શકશે ?' નારદમુનિનાં આ વચનો પર, તે બધા વિચાર કરવા લાગી ગયા. જાતે બુદ્ધિશાળી તે તેઓ બધા હતા જ, તેઓ સ્વગત વિચાર કરવા લાગ્યા તે જણાયું, નારદમુનિની વાત તો સાચી છે કે “આ લિંગ શરીર કે જે સામાન્યરૂપે જીવ તરીકે ઓળખાય છે. પૃથ્વી પર આવેલો જીવ તે જ આત્માનું અનાદિથી બંધન છે. એ બંધનને અંત પરખ્યા વિના માનવજીવન પ્રાપ્ત કરીને જે મેક્ષ માટે અનુપયોગી છે એવાં કર્મોમાં મશગૂલ રહેવાથી શો લાભ છે ? કશો લાભ જ નથી. ખરે. ખર સાવ એક તો ખુદ ઈશ્વર તે જ છે ! ખરેખર તે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ અને એ અવસ્થાઓના અભિમાનીઓથી ભિન્ન એ બધાને સાક્ષી છે ! એ ઈશ્વર જ સૌને ડેલું અધિષ્ઠાન અથવા આધારસ્થળ છે! પરંતુ ખરી રીતે ઈશ્વરનું અધિષ્ઠાન અથવા ઈશ્વરનું આધારસ્થળ કાઈ જ નથી ! તેથી જ