________________
દક્ષ-પુત્રોને નિવૃત્તિ માર્ગ
જાણ્યા વિનાનું વિષયી–રહસ્ય. સ્વીકારી લે, જે વિષયે વિરક્તિ; વચ્ચેથી પાછા વિષયે વળી તે, પડી જતા ભોગની ખાઈ માંહિ. ૧
રહસ્ય વિષે કે, જાણ નિલેપ જે રહે; છતાં સમત્વ – એકવ – સાધવા વિષયે વહે. ૨ તે જ સાચી વિરક્તિના સ્વામી બની શકે જગે, સક્ત છતાં અશુાસક્ત સંપૂર્ણ સંત તે જ છે. ૩
બ્રહ્મચર્યનિષ્ઠાવાન શુકદેવજી બોલ્યાઃ “રાજા પરીક્ષિત હવે ભગવાનના ખુદના શક્તિસંચારને લીધે દક્ષ પ્રજાપતિ સમર્થતાસંપન્ન બની ગયા હતા. એમને પંચજન–પુત્રી અસિકનીના સહયે હર્ય નામના દશેક હજાર પુત્રો ઉત્પન્ન થયા. પણ નવાઈની વાત તે એ બની કે તેઓ દશહજાર આમ સ્થૂળ રીતે જુદા જુદા ભલે દેખાતા, પરંતુ તે સૌનું આચરણ અને સૌના સ્વભાવ પણ જાણે એકરૂપ જણાતા. દક્ષ પ્રજાપતિએ જ્યારે તે સૌને પ્રજોત્પત્તિમાં વિશેષ રસ લેવાનું સૂચવ્યું કે તરત તે બધા એકીસાથે તપસ્યા કરવાના વિચાર સાથે પશ્ચિમ દિશા તરફ ચાલી ગયા. જ્યાં સિંધુ નદી અને સાગરના સંગમ પર આવેલા નારાયણ સરોવર નામનું તીર્થ આવેલું છે. અને જ્યાં મોટામોટા મુનિએ અને સિદ્ધ મહાત્માઓ વસે છે, ત્યાં તે સૌ પહોંચી ગયા. જેવું નારાયણ સરોવરમાં તે સૌએ સ્નાન કર્યું કે તરત તે સૌનું અંતઃકરણ સફટિક જેવું વિશુદ્ધ બની ગયું અને એમની બુદ્ધિ ભાગવત-ધર્મમાં લાગી ગઈ. છતાં પિતાને આપેલા વચન પર મુસ્તાક રહી તપસ્યા કરતા જ રહ્યા, ઊત્રથીયે ઉગ્ર તપ કરતા રહ્યા. ત્યાં તે પરીક્ષક નારદમુનિ ત્યાં