________________
૧૫
રહી સમાજહિતાર્થે ગૃહજીવનનું સેવન કરી વાસના ક્ષય કરી.
સ્વવાસના ક્ષયાર્થે જે, ને આવે જગહેતુએ;
સત્યનિષ્ઠ રહે સૌને, વિશ્વાસપાત્ર વીર તે. (પા. ૨૮) આમ મનુ ભગવાનનાં બે પુ અને બે પુત્રીઓના વંશજોમાંના પરમોત્તમ પુરુષોનાં દૃષ્ટાંત દ્વારા ધર્મતત્વનાં મૌલિક ઉદાહરણ આપી સર્વધર્મ રહેલા સારતત્વને ભાગવત રજૂ કરે છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ સર્વધર્મને સાર રજૂ કરતાં કહે છે
બે બેલથી બાંધીઓ, સર્વ ધર્મને સાર;
પ્રભુ ભજે નીતિ સજે, પરઠ પરોપકાર. જગતના બધા ધર્મના સંસ્થાપકાએ એક યા બીજી રીતે આ વાત કરી છે. ભાગવતે દષ્ટાંત દ્વારા સમજાવવાની મનહર શૈલીથી તે વધુ સ્પષ્ટ કરી. કપિલનું ભજન–યજન, સતી ને ધ્રુવની ન્યાયનીતિ અને પ્રિયવ્રતના પરોપકારમાં સર્વ ધર્મનાં બીજ સમાયાં છે એ સહજ રીતે સમજાવી દીધું છે.
(૫) સત્યાથીને જીવનસંગ્રામ અંતરાત્મા કે પરમાત્મા કે પરમ સત્યામાનું મુખ્ય કાર્ય છે અશુભ અને અશુદ્ધ સામે શુભ ને શુદ્ધને સહાય કરવાનું. વ્યક્તિ અને અને સમાજનાં જીવનમાં શુભ અને અશુભ, પાપ અને પુણ્ય, નેકી અને બદી, પાક અને નાપાક વૃત્તિઓ પડી હોય છે. અવતારી સંત અને વિભૂતિઓ અશુભ, પાપ, બદી કે દુષ્ટ વૃત્તિ સામે પ્રત્યક્ષ લડત આપી, પુણ્ય, શુભ અને ભદ્રને વિજય અપાવવાને માર્ગ બતાવે છે. એથી જ દુરિતાને વિદારી ભદ્રને પ્રતિષ્ઠિત કરવાનું કાર્ય અને તારી કાર્ય ગણ્યું છે. દરેક ધર્મો અશુભને જીતવાને નેક આદેશ આપે છે.