________________
પ્રાચેતસ દક્ષની ઉત્પત્તિ
જન્મેલા ક્રોધ–અગ્નિને, આત્મવિચાર વારિએ; સમાવે જીવ જે દેહે, ત્રિગુણાતીત થાય છે. ૧
સર્વ દહી તણે હૈિયે, કાયમ પ્રભુજી વસે; એવું માની સદા વતે, પામે પ્રભુ–કૃપા સુખે. ૨
શુકદેવજીને રાજા પરીક્ષિતજીએ પૂછ્યું : “આપ સંક્ષેપમાં તે ત્રીજ કંધમાં સ્વાયંભુવ મવંતરમાં દેવતા, અસુર, મનુષ્ય, સર્પ, પશુપક્ષી વગેરેની સૃષ્ટિ શી રીતે થઈ અને વધી તે તે જણાવી દીધું છે, પણ હવે એ જ વાતને જરા વિસ્તારથી હું સાંભળવા ઈચ્છું છું. પ્રકૃતિ આદિ કારણોનું ય પરમ કારણ તે ભગવાન પોતે જ છે. તેઓ ખુદ જે શકિતથી અને જે પ્રકારે એની પછીની સૃષ્ટિ પેદા કરે છે, તે મારે સાંભળવું છે.” સૂતજી કહે છેઃ “શૌનકાદિ ઋષિએ ! પરમયોગી વ્યાસનંદન શ્રી શુકદેવજીએ રાજર્ષિ પરીક્ષિતને આ સુંદર પ્રશ્ન સાંભળી અભિનંદન કર્યું અને હવે શુકદેવજી બોલ્યા: “રાજ પ્રાચીનબહિના દસ છોકરા કે જેમનું નામ પ્રચેતાગણુ” હતું. જ્યારે તેઓ સમુદ્રની બહાર નીકળ્યા અને જોયું કે પિતાના પિતાની એકાંતિક નિવૃત્તિપરાયણતાને કારણે આખીયે પૃથ્વી ઝાડોથી છવાઈ ગઈ છે. તેથી તેઓને પ્રચેતાગણને) વૃક્ષો ઉપર અપરંપાર ક્રોધ આવી ગયો અને વૃક્ષને બાળવા પોતે અગ્નિ અને વાયુની સુષ્ટિ ખડી કરી દીધી. જ્યારે વૃક્ષે ભડકે બળી રહ્યાં હતાં ત્યારે વૃક્ષોના રાજાધિરાજ ચંદ્રમાએ પ્રચેતાગણને ક્રોધ શાંત પાડવા આ પ્રમાણે કહ્યું: “મહાભાગ્યવાન પ્રચેતાઓ !