________________
૧૨૦
કૃપાળુ છે, તેથી મારી અને તમારી સૌની ભૂલા જતી કરી ક્ષમા આપશે ! માટે બધાં પાપોનું સાચુ અને નક્કર પ્રાયશ્ચિત્ત પણ ભગવાનનું નામસ્મરણ અને ભગવાનનું જ કીન છે. હું હવે તમારા વતી એ. પરમપ્રભુ અને સર્વાન્તર્યામીને નમસ્કાર કરી ક્ષમા માગી લઉં છું.” શુકદેવજી ખેાલ્યા : ‘“એમ કહીને ખુલાસા કરતાં કરતાં ખુદ્દ યમરાજજીએ પરમકૃપાળુ પરમાત્માની ક્ષમા માગી લીધી, માટે આ દાખલા ઉપરથી હે પરીક્ષિત ! તારે પણ એમ સમજવું જોઈએ કે બધી જ પાપવાસનાએ આમૂલાગ્ર નિમૂ ળ કરવાનું કામ માત્ર ભગવાનનું નામસ્મરણુ, ગુણુસ્મરણુ અને કીન-ભજન જ કરે છે. જેએ વારંવાર ભાવપૂર્વક ભગવાનનું નામ ઉચ્ચારે છે તેમના હૈયામાં પ્રેમમયી ભક્તિ આપોઆપ જન્મી જાય છે. ત્રતા, તપેા, ત્યાગે! જે ન કરી શકે, તે એક માત્ર ભાવપૂર્વકના પ્રભુસ્મરણથી કરી શકાય છે. જ્યાં ભજનને રસ ચાખવા મળ્યા, ત્યાં વિષય રસ ફિક્કો સહેજે સહેજે જ બની જવાને. બાકી ભજનને! સાચેા રસ ચાખ્યા વિના જે ખીજી રીતે વાસનાવિજય માટે પ્રયત્ના કરે છે તેને લીધે વાસના ઉપર ઉપરથી નષ્ટ થાય છે અને તક મળતાં ફરીથી તે પાંચરવા માંડે છે. ટૂંકમાં જ્યારથી ખુદ યમરાજા પાસેથી યમદૂતએ આ બધું બરાબર એકાગ્રતાથી સાંભળ્યું છે, ત્યારથી તે હવે ભલે મહાપાપી હાય! પણ પ્રભુનું નામ લેતે હૈાય, તા ત્યાંથી દૂર જ રહ્યા કરે છે. એટલું જ નહી એ યમદૂતા ભગવાનના ભકતથી બહુ જ ડરે છે અને તેમની સામે આંખ પણ માંડી શકતા નથી, બસ પરીક્ષિત ! આ આમ તેા ઇતિહાસ જ છે, પણ અત્યંત રહસ્યમય અને ગેપનીય છે. મને પણ મલયાચળ પર્વત પર બિરાજેલા અગસ્ત્ય ઋષિ દ્વારા જ શ્રીહરિની પૂજા કરતાં કરતાં સાગન આપીને પછી જ સંભળાવ્યેા હતા. સાથે સાધક પરખી પછી જ મેં તને આજે તારી શ્રદ્ધાભક્તિ જોઈને જ તે સંભળાવ્યે છે!!''
આ