________________
૧૧૮
પાછા તો ફરવું જ પડ્યું. આ બાજુ અજામિલને થયું “ખરેખર આ સ્વપ્ન હતું કે સાચું હતું ? મને ત્રાસપ્રદ યમદૂતોથી બચાવનાર તે પેલા દેવપુરુષો જ હતા. મારા જેવો મહાપાપી તે પુરુષોની મદદ શી રીતે મેળવી શક્યો ?' એમ વિચારતાં વિચારતાં એમના જીવનમાં પૂર્ણ પસ્તાવા સાથે શુદ્ધિ અને સાચું વલણ પાર્ષદના દર્શન માત્રથી આવી ગયાં. ત્યારબાદ ત્રિગુણાતીત થઈ અમિલની વિવેકબુદ્ધિ ભગવાનમય બની ગઈ કે તરત ત્યાં પેલા પાર્ષદે (કે જેમને) એમણે જોયેલા તે પિતે જ હાજર થઈ ગયા. અજામિલે તેમને ભાવપૂર્વક માથું નમાવીને નમસ્કાર કર્યો. એમનાં દર્શન પામીને એ તીર્થસ્થાનમાં ગંગાતટ પર સ્થૂળ દેહ છૂટી ગયે અને અજામિલ વૈકુંઠવાસી બની ગયા. બસ રાજન ! પરીક્ષિત ! આ રીતે કલિકાળમાં નામને જ મહિમા સૌથી મોટો છે. આવા ભગવાન નામને ધારણ કરનારા અજામિલનું આખ્યાન પણ ભાવથી સાંભળશે, તે અમૃતત્ત્વ અવશ્ય પામી જશે.
હરિનામ–મહિમા
ચમત મહાપાપી–પાસે છો જાય! તોય તે, પ્રભુ નામ થકી પાછા, તેઓને ફરવું પડે. ૧ અમૃત કરનારું છે, ફક્ત નામેય થાય જ્યાં; સહુદયા – દયાભક્તિ, મેક્ષ દે શી નવાઈ ત્યાં ? ૨
અજામિલનું ઉદાહરણ સાંભળી તાજુબી પામેલા રાજા પરીક્ષિત બોલ્યા : “હે શુકદેવજી! આ આપે એવી વાત કહી છે કે આખાયે જગતને તાજુબ થશે કે “દેવાધિદેવ યમરાજના વશમાં જીવ માત્ર છે