________________
૧૧૭
બાંધીને લૂંટી લેતા. ક્યારેક જુગારમાં સૌને એકસરખા હરાવી દેતો. કેઈનું ધન દગાખોરીથી લઈ લે તો કોઈની ચેરી કરી લેતા. આમ ઘણું નિધ અને મહાવ્યસનોના ફંદાભર્યા કામમાં તે ખૂંપી ગયો હતા. આ રીતે મહાઅનીતિથી કુટુંબનું ખાણું પીણું કમાતો અને માનવ તથા માનવેતર પ્રાણીઓને સતત સતાવ્યા કરતા. એમ કરતાં કરતાં તે એંશી વર્ષને બૂઢ થયે. તેને કુલે દસ પુત્ર હતા. તેમાં બધાથી નાનાનું નામ નારાયણ હતું. એના ઉપર પેલી દાસી(માતા)ને પણ અતિમહ હતા અને અજામિલે તે જાણે “નારાયણ નામના એ પુત્રને હૃદય જ સોંપી દીધું હતું. બાળકની તોતળી વાણમાં એ લઢ બની ગયો હતો. પિતે ખાય તે પોતાના બાળકને પણ ખવડાવે, પિતે પીએ તો સાથે સાથે પોતાના નારાયણને પણ પાણી પીવડાવે. એ નારાયણ નામના આ નાના પુત્રમાં એ તન્મય બનેલે કે મૃત્યુ નજીક આવી ગયું છે એની પણ અજામિલને ખબર ન રહી. એવામાં ત્રણ યમદૂતો એને મૃત્યુ માટે લેવા આવ્યા. તેમના હાથમાં ફાંસી હતી અને તેમનું મોઢું પણ વાંકું અને કદરૂપું હતું. એ ત્રણેના શરીરનાં રિમેરામ ખડાં થઈ ગયાં હતાં. તે સમયે પેલે નાને નારાયણ જરા દૂર દૂર રમતે હતો. પેલા ત્રણ યમદૂતાના ચહેરાઓ જોઈને એ (અજામિલ) ખૂબ ગભરાઈ જઈ મોટેથી બૂમ પાડી ઊઠ્યો : “નારાયણ, અરે નારાયણ! તું ક્યાં છે ?” ત્યાં તો ભગવાન વિષ્ણુના પાર્ષદે ત્યાં આવી પહોંચ્યા અને યમદૂતના કાર્ય (મૃત્યુ)ને નિફળ બનાવી મૂક્યું. યમદૂતોએ તેમને પૂછયું પણ ખરું કે “તમે ધર્મરાજાએ અમને આપેલી આજ્ઞાને કાં નિષ્ફળ બનાવો છે ? તરત પાર્ષદોએ કહ્યું: “પુણ્ય, પાપ અને બધા ધર્મો કરતાં ધર્મ સચ વસ્તુ છે અને એ ધર્મને સાર ભગવન્નામસ્મરણમાં છે. એ આ અજામિલે કઈ ને કઈ રીતે કર્યું જ. એટલે હવે એને બીજા કયા પ્રાયશ્ચિત્ત ની જરૂર નથી. અને એ અમરત્વને જ પ્રાપ્ત છે. જો કે યમદૂતેને હજુ પૂરું સમાધાન ન થયું, પણ તેઓને ખાલી હાથે