________________
૧૧૬
અને કાયાથી કરાયેલાં મોટામાં મોટા પાપને પણ નાશ કરી શકે છે. પરંતુ એ બધાં કરતાં ભક્તિનો માર્ગ સાવ સહેલો છે. સૂર્યના આવતાં જ અંધકાર ચાલ્યો જાય છે, તેમ પળવારમાં બધાં પાપ પિબારા ગણું જાય છે. વિશેષ વાત તો એ છે કે બીજ સહિત બધાં પાપે એ થકી નષ્ટ થઈ જાય છે, બીજાં સાધનમાં તે કાંઈક પણ ખામી રહી જાય છે, પરંતુ ભક્તિના માર્ગમાં ગમે તેવાં ભયંકર પાપે પૂર્વજન્મનાં બાકી રહ્યાં હોય કે આ જન્મનાં નવાં થયાં હોય, તે બધાં જ એક સામટાં બળીને સમૂળગાં નષ્ટ થઈ મુકિતને માર્ગ–ઈશ્વરપ્રાપ્તિનો માર્ગ સાવ સરળ બની જાય છે.”
અજામિલ કથા
બન્યા કુસંગથી પાપી ને અધમી અજામિલ; ભગવન્નામથી પાછો, થયે ધર્મિષ્ઠ બ્રાહ્મણ ૧ ચરિત્ર ભાવથી જે આ, ભણશે તેય વૈકુંઠ, પામી જશે અને મૃત્યુ, તરશે તે સનાતન. ૨
શ્રી શુકદેવજી બેયા : “પરીક્ષિત ! શ્રી ભગવાનના ચરણના ગુણાનુરાગી ભકતજનોને કાંઈ પણ પ્રાયશ્ચિત્ત કરવાનું બાકી રહેતું જ નથી. તેમને યમદૂતનું મેટું પણ જેવું પડતું નથી તે પછી નરકે જવાની તો વાત જ કયાંથી હોય ? આ બાબતમાં ભગવાન વિષ્ણુ અને યમરાજના દૂતોને સંવાદ તને હું સંભળાવુંઃ “કન્યકુજ (કનોજ) નગરમાં એક દાસીપતિ બ્રાહ્મણ રહેતા હતા. એનું નામ અજામિલ હતું. તે દાસીના સંસર્ગમાં દૂષિત થવાથી તેને સદાચાર પ્રેમ મૂળ જ નષ્ટ થયો હતે. ક્યારેક તે વટેમાર્ગુઓને