________________
૧૧૪
ચરિત્ર ઘણું કલ્યાણકર, આયુ તથા ધનની વૃદ્ધિ કરનારું, સંસારમાં યશ વધારનારું અને અંતમાં સ્વર્ગ-નરકથી પર એવા શુદ્ધ મેક્ષ પદને આપનારું છે. જે શ્રોતા આ જીવનને સાંભળે છે અથવા સંભલાવે છે અથવા એ ચરિત્રને આદર કરે છે તેની બધી શુભેચ્છાઓ સહેજે પૂરી થાય છે! ! બીજા કોઈ પાસે એમને કશું જ માગવું પડતું નથી.”
સૃષ્ટિવર્ણન ને સેવાભક્તિ
જગે સારું અને માઠું, બને તોય પ્રભુત; સ્થૂળરૂપ ગણી અને, છોડી સૂકમ ભણી જવું. ૧ ભક્તિમાર્ગ ઊંચે એ જ બીજાં સૌ સાધને થકી; સૌ પાપ-પુણ્યથી મુક્તિ, પમાશે ફક્ત ભક્તિથી. ૨
શુકદેવજી પરીક્ષિત રાજાને ઉદ્દેશીને બોલ્યા : “રાજન ! જે ભરતજીનું વૃત્તાંત મે કહ્યું તે પરથી ભરતજીના પુત્ર સુમતિ થયેલ, તે તને ખ્યાલ બરાબર જ હવે આવી ગયો હશે. તેઓ વેદવિરુદ્ધ ન હતા. વેદપૂરક જ હતા. પરંતુ ઘણીવાર ઊંચી વાત સાંભળીને માનવી પિતાની કક્ષા નથી છતાં ઊંચી કક્ષા માનીને વાસ્તવિકતાથી વેગળો થઈ જાય છે, તે પોતાને જ નહીં, બલકે જગતને પણ નુકસાન કરી બેસે છે! એટલે સુમતિરાજાના જીવનથી ખોટું એવું અનુકરણ ન કરવું પણ વેદને વિરોધ ન કરતાં વેદ માનનારાઓને ઊદમુખી બનાવવા. સુમતિરાજાને રાણું વૃદ્ધસેનાથી દેવતાજિત પુત્ર થયો. એ વંશના પ્રતીહરાજએ પિતે શુદ્ધચત્ત થયા પછી પરમપુરષ નારાયણને સાક્ષાત અનુભવ કર્યો હતો. તેવી જ રીતે એ જ વંશમાંને ગયરાજા