________________
૧૧૩
રીતે માનવી પોતાને આ પુણ્ય નિધિરૂપ માનવદેહ માત્ર ધન સાધન કમાવાની જ પળોજણમાં એળે ચાલ્યો જાય, તેવી રીતે વર્તે છે. એની મન સહિતની સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દની પાંચ જ્ઞાને દિયે વારંવાર મનને અધોગતિમાં લઈ જઈ પતન અપાવે છે. માટે જ એ પાંચ ઇન્દ્રિયો તથા મનથી હરહંમેશ ચેતતા રહેવું જરૂરી છે. નહીં તો માનવી જીવતાં મરેલાં છે, તેવું અનુભવવાને. આ વિષયમય સંસારમાં જન્મ, જરા, રોગ, મૃત્યુ વગેરે જાતજાતનાં અનેરાં દુઃખે છે, છતાં ઇકિયાસક્ત જીવ ખરો વખત આવ્યે પામર બની જાય છે. જેથી જે માનવ જીવન પામી ઠેઠ મોક્ષ સુધી પહોંચી આ સકલ કર્મોથી મુક્ત થવું છે, તે થઈ શકતો નથી. અને આ મહામૂલે સમય પણ સુખાભાસી વિષય વિકારી ચિતનમાં પસાર કરી નાખે છે. આમાં એમનેય ખાસ વાંક નહીં કાઢી શકાય. કારણ કે મોટા મેટા રાજર્ષિઓ પણ રાગદ્વેષ જીતવામાં નિષ્ફળ જતા દેખાય છે ત્યાં બીજ એનું તો ગજ જ શું ? આવી છે. આ અટપટી સંસારરૂપી અટવી! હે રાજન ! હવે તો તને જરૂર આ ભવાટવીની ગહનતાના રૂપક પરથી સાચો રસ્તો કર્યો ? તે સારી પેઠે સમજાઈ ગયું જ હશે. હવે હું તને શ્રી ઋષભનાથના પુત્ર ભરતજી કે જેમનું જીવન મૃગબાળમાં આસક્ત બનવાથી મૃગ થયા બાદ ફરીથી બ્રાહ્મણ જન્મ પામી જેએાએ અવધૂત બનીને બધી આસક્તિ જોઈ નાખી હતી તથા અવધૂતપણામાં રાજા રહૂગણનું અપમાન પામીને પણ તેમને સન્માર્ગે દોરેલા, તેમના જ જીવનની બીજી ઘણું અદ્દભુત ઘટનાઓ છે તે કહી સંભળાવું. ખરી રીતે તો તે બધાના મૂળમાં એમની (મહર્ષિ ભરતજીની) અવિરતપણે વિલસી રહેલી ભગવાન કૃષ્ણ પ્રત્યેની અનન્ય ભક્તિ જ રહેલી છે તે જ સૌએ વિચારવાની છે. કારણ કે
જ્યાં આવી અનન્ય ભક્તિ હોય, ત્યાં આસક્તિની જાળ આવા પરમ પવિત્ર ભક્ત આત્માને શી રીતે સ્પર્શી શકે? ખરેખર એમનું આ
પ્રા. ૮