________________
ભવ-મુક્તિને ઉપાય ભક્તિ આત્મબુદ્ધિ સદા જેની દેહાદિ પર છે ઘણ; તેવો જીવ પડી ઘૂમે જે પાળે ભવચક્રની....૧ થયા ભરત આસક્ત, સત્સંગ વિણ તે રીતે, ભૂલ ખંખેરી તે પાછા, મોક્ષ પામ્યા સુખે સુખેર તેનું ચારિત્ર જે ગાશે, ને ભાવે સુણશેય જે; તે પામી રિદ્ધિ ને સિદ્ધિ, કેમે મુક્તિય પામશે...૩
હવે પરીક્ષિતને શુકદેવજી કહે છે : “હે રાજન્ ! જ્યાં લગી દેહ પિતાથી સાવ ભિન્ન હોવા છતાં, તેના ઉપર આત્મબુદ્ધિ રહે
ત્યાં લગી જીવ મોટે ભાગે પુણ્ય, પાપ અને પુણ્ય-પાપથી મિશ્ર જ કર્મો કરતો રહે છે. અને એ ત્રણેયના ફળ સ્વરૂપે સુખ-દુઃખ, હર્ષશાક અને જય-પરાજય તથા યશ-અપયશનાં જોડકાંમાં અટવાઈને ચોરાસી લક્ષ છવયોનિમાં ભટકતા ફરે છે. માંડ માંડ પુણ્યના સંચયથી માનવ દેહ સાંપડે છે. અને માનવદેહ સાંપડે તે એ મેક્ષનું સાધન પણ છવ માટે બની શકે છે, પરંતુ માનવદેહ પામ્યા પછી જે સત્સંગ મારફત ઊંડી શ્રદ્ધાગભિત વિવેકબુદ્ધિ ન જાગે તે એ જીવ આત્મલક્ષવિહીન જીવન જીવી ફરી પાછા ચેરાસી લાખ યોનિમાં ભમતો થઈ જાય છે. જેના પરિભ્રમણ કાળની પછી કેાઈ સીમા નથી ! તું અને હું પણ એવા અનંતકાળ લગી સંસારચક્રમાં આથડયા પછી કોઈ મહાપુરુષની કૃપામય પ્રસાદીથી જ આ સુંદર દશા સહેજ પામ્યા છીએ. ટૂંકમાં ભગવાન કૃષ્ણમાં આ યુગે જે રીતે ચિત્ત ખૂંપાડવાથી ભવભ્રમણને સમૂળગે અંત આવે છે, તે અંગે અહીં વાર્તા–ચર્ચા આપણે રસપૂર્વક કરી રહ્યા છીએ. બાકી સામાન્ય