________________
૧૧૧
મહત્તા દેવની ગતિ કરતાં પણ મહાન છે. કારણ કે દેવગતિમાં ભોગવિલાસ અને રિદ્ધિસિદ્ધિ ભલે મળે, પણ ભગવાનનું નામ અને આપ જેવા પુરુષોનો સમાગમ તો સાંપડતો જ નથી. એકલા ભેગથી તે સર્વનાશ જ થાય ! ખરી રીતે તે ત્યાગની દૃષ્ટિ સતત નજર સામે હોય, તો જ ભેગો ક્ષમ્ય બની શકે છે એટલું જ નહીં બલકે અપશ્ય થવાને બદલે પથ્યપણામાં પણ પરિણમી શકે છે. હું કેવો મહાન સદ્દભાગી કે આ મુહૂર્તભરને પણ સત્સંગ મને કેટકેટલી સાચી દિશાની સમજણ આપી ગયો ! ખરેખર આ સત્સંગ પ્રભુ કૃપા વિના કદી પ્રાપ્ત થઈ શકતો નથી. હું આપ જેવા અવધૂતષીને તે વારંવાર નમું જ છું. સાથે સાથે બાળકો, યુવાન છે કે વયેવૃદ્ધ હે પણ તત્ત્વવેત્તા માત્રને મારા વારંવાર નમરકાર હો ! આપે ખરેખર મારી આંખોનાં પડળ તોડી જ્ઞાનચક્ષુઓનું દાન કર્યું છે. આપને ઉપકાર માનું એટલે ઓછો છે.”
શુકદેવજી પરીક્ષિત રાજાને કહે છે: “આ રીતે પિતાનું અજ્ઞાનવશ અપમાન કરનાર રહૂગણ રાજાને પણ એ બ્રહ્મર્ષિએ તે કરુણભાવે સન્માર્ગ જ દાખવ્યો. ન તેઓ ગુસ્સે થયા, ને અભિશાપ આપે ! રાજા રહૂગણ પિતાના પૂર્વવર્તનથી ખૂબ જ પસ્તા અને ગદગદિત ભાવે તે બ્રાહ્મણની ચરણરજ પિતાના મસ્તકે ચઢાવી લીધી. અને રહૂગણરાજાનું આખું જીવન પલટાઈ ગયું.”
હવે પરીક્ષિત રાજા કહે છે : “મહાભાગવત મુનિશ્રેષ્ઠ ! આપે મને પણ આવાં દૃષ્ટાંત આપી આપીને ખરેખર પાવન કર્યો જ છે, પરંતુ હજુ પણ જરા વધારે ચોખવટ કરીને કહે કે જેથી તે આત્મજ્ઞાનને દી૫ક તે વચનોના વાચકે અને શ્રોતાઓને (સૌને) પાવન પાવન કરી નાખે ! તેથી જેત પ્રગટી જાય.”