________________
૧૦૪
ચૂકતા નથી ! કારણ કે તેઓ દેહ અને આત્મા વચ્ચે ભેદ બરાબર જાણું અનુભવી ચૂક્યા છે ! ખૂબીની વાત એ પણ સમજવા જેવી છે કે આવા મહામુનિની અગ્નિપરીક્ષા સંકટ અને પ્રલોભન બંને રીતે હજુ વારંવાર થયા જ કરતી હોય છે. જેનું ચરમ શરીર હેય છે તેવા મહાત્માઓને આવી ડગલે ને પગલે સાનુકૂળ-પ્રતિકૂળ, પ્રતિકૂળ–સાનુકુળ એમ શુભાશુભ દિવિધ (બેધારી) દશામાંથી પસાર થયે જ છૂટકે થાય છે !”
જડભરત–રહૂગણ મિલાપ
ઉચ્ચ સાધક ને ભક્ત મહાત્માનેય એકદા; પસાર હાય થાવાનું અગ્નિ-કસોટીમાં અહા ! ૧ આફતો લાલચે બંને કસેટી પૂર્ણ મુક્તિની; સ્વ પર શ્રેય માગે તે પસાર કરવી રહી. ૨ પરીક્ષા કરનારાંઓ, પસ્તાયે આખરે પૂરાં, કિંતુ તવાવું પેલાં તે પડે છે જ્ઞાનીને સદા. ૩
શુકદેવજી બોલ્યાઃ “રાજા પરીક્ષિતજી ! એકવાર સિધુ સૌવીર દેશને સ્વામી રાજા રહૂગણુ પાલખીમાં બેસી જઈ રહ્યો હતો. એ રીતે ચાલતાં ઈક્ષમતી નદીને કિનારે પાલખી ઉપાડનારા મજૂરોના જમાદારને વચ્ચેથી કઈ મજૂર ચાલ્યા જતાં એક મજૂરની જરૂર પડી અને જોગાનુજોગ આ જડભરત (બ્રાહ્મણદેવતા) જ સાંપડી ગયા! પછી તે પૂછવું જ શું ? “આ તગડા હૃષ્ટપુષ્ટ જુવાનને લઈ લઈએ, તે જે બરાબર ઉપાડશે” પણ જેવી પાલખી માથા પર લીધી કે “રખે રસ્તામાં કોઈ નાને પણ જીવ પગ તળે કચરાઈ