________________
૧૦૫
:
જાય !' તે ભયે જોઈ જોઈને જડભરતજીએ પગ મૂકવા માંડયો. એટલે એ બેસનાર રાજને કયાંથી ફાવે ? એણે ઉપરથી મજૂરાને સુચના તા આપી પણુ એ તે! તેમ ને તેમ જ ચાલ્યા કર્યું, એટલે ત્રાડ મારી : અલ્યા! મજૂરા ! પાલખી ઊંંચી નીચી કેમ કરે છે! !' તરત મજૂરા પૈકીએ ફરિયાદ કરી ગરીબપરવર ! અમારા કઈ દાષ નથી, આ નવે મજૂર એમ કરે છે?' રાનએ વિચાર્યું કે ‘આ નવા મજૂરને દોષ કદાચ આ જૂનામાં ય પેસશે !' એમ ધારી ઘણા ટાણા માર્યા : અરે ! તું દેખાવમાં તે તાજોમાજો છે. અને જુવાન હાવા છતાં વૃદ્ધની માફક કેમ ચાલે છે ?” પરંતુ હુ શાક અને ઉદ્વેગથી પર એવા જડભરતજીની તા મસ્તી એમ ને એમ રહી, કશું ખેલ્યા વિના રજૂગણુ રાખનાં રજોગુણભર્યાં વનેને પ્રેમથી જીરવીને શાંત રહ્યા. આથી રમણુ રાખને લાગ્યું : ‘મારાં વચનેનું આ એક મજૂરડે। અપમાન કરી રહ્યો છે !' એટલે એમણે પ્રભુના અનન્ય ભક્ત એવા જડભરતજીને બહુ મેાટા તિરસ્કાર કરી નાખ્યા. છતાં જડભરતજીએ એને જવાબ સુંદર આધ્યાત્મિકપૂર્ણ રીતે આપી દીધા. આખરે રગણુ પણ સુપાત્ર સાધક હતા, એટલે આ વચન સાંભળી, તેમનું રજોગુણી આવરણ સરી ગયું અને પાલખી ઉપરથી ઠેકડે! મારીને નીચે ઊતરી ગયા. અને જડભરતના ચરણામાં ઝૂકી પડયા. અને ક્ષમા માગવા લાગ્યા. જનેઈ જોઈને કહ્યું : અા દ્વિજવર ! મહાત્મા! મેં આપને ઓળખ્યા જ નહીં. અને હું આપને મજૂર ધારીને જેમ તેમ ખેાલવા મંડી પડચો, પરંતુ આપના અન્યાત્મસભર પ્રત્યુત્તરથી હવે મારી સાન ઠેકાણે આવી છે. ખરેખર આપ જ્ઞાની પુરુષ છે. મારાથી થયેલી અવજ્ઞાની ક્ષમા આપી હવે આપ મને ઉપદેશ આપે. ખરેખર આપ અદ્ભુત સાધક અને મહાન ભક્ત છે !' આમ કહી, એક નમ્ર નિખાલસ સેવકની અદાથી જ્યારે જ્ઞાન સાંભળવા એ રસ્તામાં જ બેસી ગયા, ત્યારે પાત્રતા જોઈ જડભરતજી પણ ખીલી ઊડયા,”