________________
૧૦૨
ભરવા લાગે ત્યાં તો પેલો મૃગ દેખાય અને તરત તે એટલે મોટા મૃગલે થવા છતાં, તેને પોતાની ગાદમાં ઊચકી લે. છાતી સરસ ચાંપે અને બચીઓ ભરવા માંડે ! આ રીતે એક દિવસ ભરત ઋષિને કાળ આવી ગયે. પણ મૃગલામાં માયા રહી ગઈ, તેથી મૃગરૂપે જયા,
જે નિમાં રહી ગયું મન, ત્યાં જ મળી ગયું તન સહવતન.”
જડભરત અવતાર તીવ્રાસક્તિ ન હોય તે, શરીર–સ્પર્શ ભાવના; ન ઊઠે એ હદે જેથી, ફરી પેદા થતા તિર્યો. ૧ કદાચ બાહ્ય રીતે, એ, છો નીચ ગતિમાં જતે; કિન્તુ ઘર્માશ; હૈયાને, ફરી એને ઉઠાવતે. ૨
અંત સમયે જે નિમાં જવા જેવું મન હોય, તે જ યોનિ મળે છે. જે ભાવ યાદ કરી છવ; અંતકાળે પિતાનું શરીર છોડે, તે ભાવ-ભાવિત થવાની તે સ્થિતિને પામે છે. એ રીતે મહાન ઋષિ એવા ભરતજી પણ મૃગયોનિ પામ્યા. છતાં ઊંડે ઊંડે જે અધ્યાભતાને સ્પર્શ થઈ ચૂકેલે, તે કંઈ સાવ ચાલી જાય ખરો ? ના. અને તેથી જ શરીરે મૃગ થવા છતાં પેલી પૂર્વ જન્મની અધ્યાત્મ સ્થિતિની સ્મૃતિ સાવ નષ્ટ નહોતી થઈ. એટલે મોટે ભાગે ઘણીવાર મૃગનિને પસ્તાવો થયા કરતો : “જે આસકિત છેડવા મેં એકાંત વાસ અને નિસર્ગ વાયુ મંડળને આશ્રય લીધે. છતાં ‘દયા’ને ઠે. માયા'માં ઊંડે ઊતરી ગયો અને આ દશા આવી પડી. મારે તે