________________
તે સ્ત્રીથી સુમતિ આદિ પાંચ પુત્રો જન્મ્યા. તેમણે પરમહંસ સંન્યાસીને ધર્મોમાં મૂળ યજ્ઞકર્મ ભુલાઈ ન જાય, માટે યશ–પુનરુત્થાન શરૂશરૂમાં સુંદર રીતે કર્યું. પછી ગૃહસ્થાશ્રમ તજીને તેઓ હરિહર ક્ષેત્રમાંના પુલહાશ્રમમાં પહોંચી ગયા. તે આશ્રમમાં રહેનાર પર ખુદ ભગવાનનું વિશિષ્ટ વાત્સલ્ય છે. ત્યાં આ કલિયુગમાં પણ ભગવાનની મુલાકાત થતી રહે છે. જ્યાં “ચક્રનદી' નામની ગંડકી નદી વહે છે. ત્યાં રહી ભરતજી સૂર્ય તેજની ઉપાસનામાં તલ્લીન બની જતા. કેટલીકવાર તે તેઓને શરીરનું કે કર્મકાંડનું પણ કશું ભાનસાન રહેતું નહીં. એકવાર ગંડકીતીરે તેઓ શૌચાદિથી પરવારી લઈ પ્રણવ જાપ કરતા બેઠા હતા. તે વખતે એ જ ભરતજીની દષ્ટિ એક પ્યારી હરણ પર પડી. એ બાપડી ખૂબ તરસી હતી અને ગંડકીતીરનું મીઠું મધુરું પાણું પીતી હતી. એટલામાં જ એક ઘટના બની ગઈ.
ગંડકીતીરે જેવી પિલી હરણી પાણી પીએ છે, તે જ એક ભયંકર સિંહની ભારે ગર્જનાનો અવાજ નજીકની ગુફામાં થયેલે તે આ હરિણીને કાને અથડાયો. એક તે હરણ જાત જ ડરપોક અને તેમાં વળી સિંહની ગજને સાંભળે એટલે શી ખામી રહે! તેમાં વળી નારી જતિ. હરિણીનું તે જ્યનું માથું કાળજુ ફડફડ થવા લાગ્યું અને આંખો ફાટી ગઈ ! એણે નદીને પેલે પાર જવા માટી છલાંગ મારી–એ ઠેકી તો ગઈ પણ તે વખતે તેને ગર્ભ પોતાના સ્થાનથી હટીને યોનિદ્વારથી નીકળી નદીના પ્રવાહમાં પડી ગયે. તે કાળિયાર મૃગલીને ગર્ભ નદીમાં પડયો. ભયભીતતા અતિશય હતી. લાંબી છલાંગ મારીને પણ પિતે શ્રમિત થઈ હતી. મૃગલાંઓના ટાળાથી છૂટી પડી ગઈ હતી. તરસ પણ હજુ પૂરી છિપાઈ નહોતી. આમ તે બાપડી થોડે દૂર જતાં તરત મૃત્યુ પામી ગઈ. પ્રણવને જાપ કરતા ભરતજીએ જ્યારે નજરોનજર જોયું કે આ તાજ જન્મેલું મૃગબચ્યું નદીના વહનમાં વહેવા લાગ્યું છે, એટલે તરત તેઓ માળા