________________
૯૯
શીખી લેવી જોઈએ ! જેથી મૃત્યુને અવસર આવ્ય માનવી સુખે સમાધિએ મરી શકે. ભગવાન ઋષભદેવ કુટકાચલ વનમાં ચાલ્યા ગયા. કેક, બેંક અને કુટક આદિ દક્ષિણ કર્ણાટકના પ્રદેશમાં ઉન્મત્તપણે ભગવાન ઋષભદેવ વિચરવા લાગી ગયા. અને એક વખત વનના અગ્નિદાહમાં ભગવાન ઋષભનાથનું શરીર પણ બળીને ભસ્મીભૂત થઈ ચૂછ્યું. આ રીતે ભેગીઓના પણ પરમનાથ એવા ઋષભદેવનું જીવન પરમહંસ સંન્યાસીઓ માટે પણ આદર્શરૂપ બની ગયું. તે જીવન નમસ્કારને જ પાત્ર છે. જે શાંતચિત્ત શુદ્ધભાવને મોખરે રાખી આ જીવન એગ્ય શ્રોતા–વક્તા સાંભળે તે તે બંનેને આ યુગે વાસુદેવામાં અનન્ય ભક્તિ અવશ્ય થઈ જાય છે.” શુકદેવજી કહે : “જુએ પરીક્ષિત રાજવી ! ભગવાન શ્રીકૃષ્ણ પાંડવોના સ્વયં મિત્ર, ગુરુ, યદુવંશરક્ષક, કુલપતિ અને ઉપાસ્યરૂપ હતા. પરંતુ આ બધું તે ઠીક પરંતુ મુક્તિ કરતાંય મારે મન ભક્તિનું મૂલ્ય અનેકગણું છે. તેથી જ બીજું બધું કઠણુ ગમે તેટલું હોય, તેયે ભક્તિયોગથી વિશેષ કશુંય કઠણ નથી. એવા ભગવાન ઋષભનાથના આ અપ્રતિમ જીવનને નમસ્કાર !
ભરતચરિત્ર
માયા દયા જુદાં; એક, પાડે બીજુ ચઢાવતું; જન્મ વધારતું એક, બીજું જન્મે નિવારતું. ૧
જ્યાંથી આ આથમે માયા, ત્યાંથી ઊગે દયા ખરી, જેથી મેક્ષ મળે અંતે, માયા સૌ થાય વેગળી. ૨
શુકદેવ બોલ્યા : “ભ. ઋષભનાથને એરસપુત્ર ભરતજી પણ એક અર્થમાં પિતા કરતાં સવાયા થયા. ભક્તિ તો તેમનામાં અભુત હતી. તેઓ વિશ્વરૂપની કન્યા પંચજની સાથે પરણ્યા. તેઓને