________________
૯૭
માટે જ ધારણ કરે છે. જેમ મે માનવશરીર ધારણ કર્યું" જ છે ને ? પણ તે ધર્મ સ્થાપના માટે અને અધર્માંની થયેલી સ્થાપનાને ઉથાપવા માટે જ. કારણકે શુદ્ધ સત્ય, એ જ મારુ` હૃદય છે. આથી જ સૌ મતે ઋષભ એટલે કે કોષ્ઠ તરીકે આળખે છે. પ્યારા પુત્રો ! તમે! સૌ મારા તનુજ છે-આત્મજ છે!, માટે મારા મુખ્ય પુત્ર ભરતજીની તમે સૌ સાચી સેવા કરા, તમે નક્કી માનજો કે ‘મારા ભરતજીની સેવા એ ખરા અર્થમાં તા મારી સેવા છે. એટલું જ નહીં, ભરતજીની સેવા એ જ સાચી પ્રજસેવા પણ છે...' તેઓએ (ભગવાન ઋષભનાથે) બ્રાહ્મણા તરફ તરત નિહાળીને સૌને ઉદ્દેશીને કહ્યું : “આ બ્રાહ્મણેા એ પ્રજાના ગુરુ હેાવાને કારણે એક અર્થમાં એમને હું ભગવાન કરતાં પણ વધુ માનપાત્ર ગણું છું. કારણકે તેએ જ હંમેશાં પ્રજાને સાચા રાહ ચીંધે છે અને ત્યાગ-તપલક્ષી કઠણુ જીવન જીવે છે! માટે વડાલા પુત્રો ! એવા બ્રાહ્મણાની સેવા એ પણ મારી જ સેવા છે. આ રીતે સુયેાગ્ય રાજવી એ જો દેવાંશ છે, તે। આ પ્રશ્ન અને રાજ્ય બંનેને ધલક્ષી બનાવી રાખનાર બ્રાહ્મણેા એ એક અર્થમાં પૂરેપૂરા દેવ જ છે.”
:
હવે નૈષ્ઠિક બ્રહ્મચારી એવા શુકદેવજી માલ્યા “હે પરીક્ષિત રાજન! ભરતજીને રાજ્ય સોંપી આ મુજબ રાજા ઋષભદેવજી સાવ નિવૃત્ત થઈ ગયા. અને વચ્ચે પણ તેઓએ છેડી આંતરબાહ્ય (અને પ્રકારને) ત્યાગ પેાતાના પ્રત્યક્ષ જીવનથી આચરી બતાવ્યેા. બસ, આ પ્રકારના પૂસંન્યાસ લઈ પછી તે બ્રહ્માવત પ્રદેશથી પણ બહાર નીકળી ગયા અને અંતે તેા અવધૂતના જેવું તે વવા લાગી ગયા. અને છતાં સેાળે કળાએ ખીલેલું સૌ અને સુવાસપૂ માધુ એમની દરેક ચેષ્ટામાં વીંટળાઈ વળ્યું હતું. સર્વ પ્રકારની રિદ્ધિએ, લબ્ધિ અને સિદ્ધિએ ચરણુ ચૂંબતી ધૂમતી હતી, છતાં ભગવાન એવા ત્યાગપૂર્ણ ત્યાગનેાય ત્યાગ કરનારા-પુરુષે એમની કશી દરકાર પણ કરી ન હતી !”
પ્રા. ૭