________________
જીવન તો દિવ્ય તપ માટે છે, કે જેથી અંતઃકરણ પરમવિશુદ્ધ થઈ જાય અને અનંત એવા આત્માનંદ અથવા બ્રહ્માનંદની પ્રાપ્તિ થઈ શકે. આપણું ધર્મશાસ્ત્રોએ સત્સંગને અપૂર્વ મહિમા વર્ણવ્યા છે. મહાપુરુષોની સેવા મુક્તિ તરફ ખેંચી જાય છે જ્યારે કામ પુરુષોના વ્યાસંગને નરક તરફ પણ ખેંચી જતાં વાર લાગતી નથી. સાચા સંતો અથવા યથાર્થ મહાપુરુષો તેઓ છે કે જેઓ સમતાશીલ, પરમશાંત-ક્રોધવિહીન, નાનાં-મોટાં સોનું હિત ચિંતવનારા અને સચ્ચારિત્ર્યશીલ હોય છે અથવા જેઓ ઉપલક નજરે જોતાં ભલે કોઈવાર સરચારિત્ર્યશીલ ન પણ દેખાતા હોય ! છતાં પ્રભુપ્રેમ માટે જ જેઓને અખંડ પુરુષાર્થ હોય છે, ભલે ને પછી બાહ્યદષ્ટિએ સ્ત્રી, પુત્ર, સાધને આદિ સામગ્રીઓથી વીટળાયેલા રહેતા હોય તેઓ પળ માત્રને પ્રમાદ કોઈવાર કરતા નથી દેતા. આનું જ નામ સાચા આત્માથી પુરુષ ગણાય. કારણકે એમના ઊંડા અંતઃકરણની મુખ્ય રુચિ પરમાત્મા પ્રતિ હોય છે. આ સભર વિશ્વમાં હું અને મારું એ બે જ મુખ્ય બંધન છે. વહાલા પુત્રો, યાદ રાખે, “કઈને કઈ પ્રકારનું કર્મ તે સદૈવ રહેવાનું. કાયાથી નહીં તે વચનથી અને વચનથી પણ નહીં તો મનથી. પણ કર્મ તે રહેવાનું, તે રહેવાનું જ. એટલે કર્તવ્ય કર્મ સદૈવ આચરવાં અને મારામાં જ (ભગવાનમાં જ) મન, વાણી અને કાયાને જોડાયેલાં રાખવાં. અન્ય જીવોને પણ પરમાભાભિમુખ બનાવવાને પુરુષાથી સાથે ને સાથે કરતા રહેવું. કારણકે સામાન્ય જીવોને કર્તવ્યકમ ને ઊંડે અને સાચે વિવેક હેત નથી. જે માત્ર પોતાનું જ કલ્યાણ ઈચ્છે છે પણ અજ્ઞાની જીવનું અજ્ઞાન છોડાવવા તરફ લક્ષ્ય જ નથી આપતા, તેઓ સાચા “ગુરુ' પદને લાયક છે, એમ ન કહી શકાય ! અરે ! તેઓ સાચાં માતાપિતા અને સખી–સખા કે પતિ-પત્ની પણ નથી જ, ભગવાન પોતે જે માનવશરીર ધારણ કરે છે, તે તો માત્ર ધર્મતત્વને સ્થિર કરવા