________________
ભાગના રુચિવાળા હોઈ શુદ્ધ બ્રહ્મણકમી બની ગયા હતા. એ સોના પિતા ભગવાન ઋષભનાથને જેકે કશું કરવાનું રહ્યું ન હતું. તેઓ ખરેખર કૃતકૃત્ય જ બની ગયા હતા. એમ છતાં બીજાને સર્વ વ્યવહાર ધર્મમય બનાવવા માટે, તેઓ પણ નાનાં-મોટાં બધાં જ કાર્યોને અનુકરણપાત્ર બનાવતા રહ્યા. એને પરિણામે એવું તે સુંદર લેકઘડતર ત્યાં થયું કે ચોરી માત્ર અદશ્યમાન થઈ ગઈ અને એક એક પ્રજાજન પિતાને ખપતી ચીજો વડે અત્યંત કરકસરથી જીવનનિર્વાહ ચલાવતા થયા અને બીજાની ચીજવસ્તુ પર દૃષ્ટિપાત કરતા પણ બંધ થઈ ગયા. આમ એકબાજુ રાજ્ય જ્યારે સુખરૂપ અને સહજ રીતે ચાલવા લાગ્યું ત્યારે સમય જોઈને તેઓ ફરતા ફરતા બ્રહ્માવર્તન દેશમાં પધાર્યા અને ત્યાં પોતાના બધાય પુત્રોને લાવી આસપાસનું સુંદર વાતાવરણ જોઈને શીખ આપવા માંડી.”
ભગવાન ઋષભદેવને ઉપદેશ આત્માથી પુરુષ તે જ, ભવ–પ્રપંચને વિષે ચોમેર ભેગ વચ્ચે જે, પ્રભુ લક્ષ્ય રહી શકે. ૧
પુરુષાર્થ થકી નિત્ય, કર્તવ્યકર્મ આચરે; પ્રભુલક્ષી કરે સૌને, સર્વ હિતેચ્છુ સંત તે. ૨ પ્રભુથીયે પ્રભુ ભક્તો, શ્રેષ્ઠ કહ્યા તેથી ખરે; પ્રજાને સર્વદા સાચો, સહ ચીંધ્યા કરે સુખે. ૩
ભગવાન ઋષભદેવે બ્રહ્માવતર પ્રદેશમાં મોટા મોટા બ્રહ્મર્ષિ પુરુષની સભામાં પ્રજાની સામે જ એકાગ્રચિત્તવાળા, વિનયશીલ અને પ્રેમભારથી સુસંયમિત પિતાના પુત્રોને ઉદ્દેશીને કહ્યું : “આ મનુષ્ય